• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઇશરત જહાં કેસ: સરકાર બદલાઇ સત્ય બદલાયું!

|

શું તમને ઇશરત જહાં કેસ એનકાઉન્ટ યાદ છે? ગુજરાત પોલિસે 15 જૂન 2004માં ઇશરત જહાં અને તેના ત્રણ સાથીઓને પોલિસ એન્કાઉન્ટરમાં મારી નાંખ્યા. પોલિસનું કહેવું હતું કે ઇશરત આંતકી પ્રવૃત્તિમાં જોડાયેલી હતી. પણ પાછળથી વાત નીકળી તેવી બહાર આવી કે ઇશરત આતંકી નહતી. કે મુંબઇના મુંબ્રાની એક સામાન્ય છોકરી હતી જેને પોલિસે ખોટી રીતે મારી નાખી.

આ વાત એટલે સુધી ચગી કે બિહારના નેતા નિતીશ કુમારે ઇશરતને બિહારની દિકરી કહી દીધી. તેના નામે અનેક રાજકારણીઓએ રોટલો શેક્યો. નરેન્દ્ર મોદી, અમિત શાહ, ડી.જી. વણઝારા જેવા લોકોને મીડિયાએ અને લોકોએ ખૂની કહ્યા. મોટા નામો તો બચી ગયા પણ ડી.જી.વણઝારા વિરુદ્ધ પુરાવા સાબિત થયા અને તેમણે આઠ વર્ષની જેલ થઇ.

જો આ સમાચાર તમે પણ વર્ષ 2005 કે વર્ષ 2006માં વાંચતા તો તમે પણ મનમાં તે જ વિચારતા કે ઇશરતને એક ફેક એન્કાઉન્ટમાં ઉડાવી દેવામાં આવી છે અને તેની પાછળ અમિત શાહ ગુજરાતની ભાજપ સરકાર જેવા મોટા માથાઓનો હાથ છે. પણ હાલ હેડલીના નિવેદન અને તે પછી ઊભા થયેલા વિવાદો અને લાસ્ટ પણ નોટ લીસ્ટ તેવા આર.વી.એસ મણિના નિવેદનો સાંભળીને તમે ફરી એક વાર તેવું જ વિચારશો કે ઇશરત એક આતંકી હતી. અને આ કેસને ખોટી રીતે તે સમયે ફેક એન્કાઉન્ટર કહેવામાં આવ્યું હતું.

વાત અહીં ઇશરત જહાં કે ડી.જી. વણઝારા કે સત્ય, અસત્ય નથી. વાત અહીં તથ્યોની છે. વાત અહીં સરકારની છે. પહેલા કોંગ્રેસ કેન્દ્રમાં હતું અને ગુજરાત રાજ્યમાં હતું ભાજપ. આજે ભાજપ કેન્દ્રમાં છે અને રાજ્યમાં પણ છે. જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસ હતું ત્યારે આ કેસના તથ્યો અને સત્ય કંઇક બીજા હતા અને આજે તેના તથ્યો અને સત્ય કંઇક બીજા છે. આ બધાને વચ્ચે સવાલ તે થાય છે કે શું સરકાર બદલાતા સત્ય બદલાય છે? અને જો હા, તો સત્ય શું છે? એક સામાન્ય નાગરિક શું કદી પણ આ રાજ રતમમાં તે સમજી શકશે કે સત્ય શું છે? કંઇ આવા જ પ્રશ્નો સાથે જાણો આ આ આખા મુદ્દાને....

ફેક એન્કાઉન્ટ, મોદી, શાહ ને વણઝારા ફસાયા

ફેક એન્કાઉન્ટ, મોદી, શાહ ને વણઝારા ફસાયા

15 જૂન 2004માં ઇશરત જહાં અને તેના ત્રણ સાથીદારોને અમદાવાદની બહાર હાઇવે પર કથિત એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા. તાત્કાલિક ધોરણે ગુજરાત પોલિસની વાહવાઇ થઇ કે તેમણે મોદીને મારવા આવેલા લશ્કરે તોઇબાના આતંકીઓને મોતને ધાટ ઊતાર્યા.

ઇશરત પર થયો વિવાદ

ઇશરત પર થયો વિવાદ

જો કે પાછળથી ઇશરત જહાં નિર્દોષતા પર સવાલ ઉઠતા તપાસ થઇ. કેન્દ્ર અને રાજ્ય દ્વારા કરાયેલી તપાસમાં અનેક વિવાદો બહાર આવ્યા. સીબીઆઇના સાોંગદનામાં વાત બહાર આવી કે ઇશરત નિર્દોષ વિદ્યાર્થીની હતી અને અમદાવાદ પોલિસ અને આઇબીએ મળીને કે એક ફેક એન્કાઉન્ટર કર્યું છે.

આઇબી અને સીબીઆઇ સામ સામે આવી

આઇબી અને સીબીઆઇ સામ સામે આવી

સીબીઆઇ જ્યાં ઇશરતને નિર્દોષ વિદ્યાર્થીની કહી ત્યાં જ આઇબી કહ્યું કે તે લશ્કર એ તોઇબાની આતંકી હતી. તેણે કહ્યું કે તે વિદ્યાર્થી હતી તો હથિયારો અને આતંકીઓ સાથે તે દિવસે શું કરતી હતી?

મોટા બચ્યાં નાના પીસાઇ ગયા!

મોટા બચ્યાં નાના પીસાઇ ગયા!

જો કે સીબીઆઇ દ્વારા તે વખતના ગુજરાતના ગૃહપ્રધાન અમિત શાહથી લઇને આઇપીએસ અધિકારી ડી.જી.વણજારા સમેત 8 લોકોને આરોપી માની કેસ ચલાવવામાં આવ્યો. જો કે આ કેસના સાતેય આરોપી હાલ જામીન પર છે. વણઝારાએ આઠ વર્ષ જેલમાં નીકાળ્યા. આમાંથી કેટલાક અધિકારી નિવૃત્ત થઇ ગયા. જો કે અમિત શાહ આબાદ રીતે બચી ગયા.

લોકોએ સ્વીકાર્યું ફેક એકન્કાઉન્ટ

લોકોએ સ્વીકાર્યું ફેક એકન્કાઉન્ટ

જો કે સીબીઆઇ તપાસ પછી તમારા અને મારા જેવા સામાન્ય લોકો તે વાત જરૂરથી સ્વીકારી લીધી હતી. કે ઇશરત જેવી માસૂમ છોકરીને ખોટી રીતે રાજ રમતમાં ફેક એન્કાઉન્ટર દ્વારા મારી નાખવામાં આવી. અને ન્યાય પ્રક્રિયા ન્યાય કરીને ક્યાંક દોષીઓને સજા જરૂરથી આપી.

સરકાર બદલાઇ સત્ય બદલાયું

સરકાર બદલાઇ સત્ય બદલાયું

પણ પછી કેન્દ્રમાં કોંગ્રેસના બદલે ભાજપની સરકાર અને નરેન્દ્ર મોદીની સરકાર આવી. અને પછી વળી પાછો આ કેસમાં મુદ્દો ત્યારે બન્યો જ્યારે અમેરીકામાં બેઠા બેઠા આતંકી ડેવિડ હેડલીએ ઇશરત જહાં નામના ઠંડા થઇ ગયેલા કેસમાં તેલ રેડ્યું. ડેવિડ તેની જુબાનીમાં સ્વીકાર્યું કે ઇશરત જહાં લશ્કર એ તોઇબાની સુસાઇડ બોમ્બર હતી.

નવી સરકાર નવા તથ્યો બહાર આવ્યા.

નવી સરકાર નવા તથ્યો બહાર આવ્યા.

જો કે ઇશરત જહાં પર હેડલીના નિવેદનથી નવા વિવાદો અને નવા તથ્યો બહાર આવ્યા અને સાથે જ બહાર આવ્યું પી.ચિંદમ્બરનું નામ. ગૃહ મંત્રાલય બે પૂર્વ અધિકારીઓ કહ્યું માંથી એક જ્યાં કહ્યું કે પી.ચિંદમ્બરે તેમના ખાસ અધિકારોનો ઉપયોગ કરીને આ કેસનું સોંગદનામું બદલ્યું ત્યાં જ એક અન્ય અધિકારીએ કહ્યું કે સોંગદનામું બદલવા માટે તેમને સીબીઆઇ અધિકારીએ સીગરેટના ડામ આપ્યા.

શું છે આર.વી.એમ મણિનું કહેવું?

શું છે આર.વી.એમ મણિનું કહેવું?

ઇશરત કેસમાં આર.વી.એસ મણિ નવા ખુલાસા કરતા કહ્યું છે કે મને SITના વડા સતીશ વર્માએ ટોર્ચર કર્યો હતો મારી જાંધ પર તેમણે સીગરેટના ડામ આપી તે સોંગદનામુ બદલવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

શા માટે કરવામાં આવ્યું?

શા માટે કરવામાં આવ્યું?

મણિના કહેવા મુજબ સીબીઆઇના અધિકારી તેવા સતીશ વર્મા મણિ પાસે ઇશરત જહાં અને તેના સાથીઓ લશ્કર એ તોઇબાના આતંકીઓ નથી તેવું સોંગદનામામાં લખાવવા ઇચ્છતા હતા. અને આ માટે તેમણે મણિને સિગરેટના ડામ આપ્યા હતા.

મણિએ વીઆરએસ સુધી વિચારી લીધું

મણિએ વીઆરએસ સુધી વિચારી લીધું

મણિએ વધુમાં કહ્યું કે તેમને સીગરેટના ડામની વાત તે વખતના ઉચ્ચ અધિકારીઓને પણ કરી હતી. અને તે વીઆરએસ લેવાનું પણ વિચારી લીધુ હતું. પણ તેમની આ વાત તે વખતે કોઇ કાને નહતી ધરી.

સંસદમાં મુદ્દો

સંસદમાં મુદ્દો

જો કે આ વાતે લોકસભા અને રાજ્યસભા બન્નેમાં ભાજપે પી.ચિંદમ્બરમ અને કોંગ્રેસ પાસેથી જવાબ માંગ્યો છે. શિવસેનાએ તો પી. ચિંદમ્બરમ પર રાજદ્રોહનો આરોપ લગાવી કાર્યવાહી કરવાની વાત પણ કરી છે.

પી.ચિંદમ્બરે શું કહ્યું?

પી.ચિંદમ્બરે શું કહ્યું?

જો કે પી.ચિંદમ્બરે તે વાત સ્વીકારી છે કે ઇશરત જહાં કેસમાં એફિડેવિટ બદલવામાં આવી છે. તેમના કહેવા મુજબ પહેલી એફીડેવિડ ભ્રમ ફેલવનારી હતી. માટે નવી એફિડેવિડ આપવી પડી.

સત્ય શું છે કેવી રીત ખબર પડશે?

સત્ય શું છે કેવી રીત ખબર પડશે?

ત્યારે એક સામાન્ય ભારતીય નાગરિગ તરીકે આ તમામ રાજકીય નેતાઓને એક સવાલ પૂછવાનું મન થાય છે કે શું મારા તમારા જોવા એક નાગરિક કોઇ પણ કેસ કોઇ પણ વિવાદ કોઇ પણ કૌભાડંનું સત્ય શું છે? શું તે કદી જાણી શકશે તેની હકીકત? કે પછી સરકાર સાથે સત્ય બદલાશે નવા સત્યો આવતા રહેશે અને કદી પણ કયું સત્ય કેટલું સાચું તે આપણે નહીં જાણી શકીએ?

English summary
Ishrat Jahan Case: Government Change and Truth Change
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X