For Daily Alerts
ઇશરત જહાં કેસ: સીબીઆઇએ દાખલ કરી ચાર્જશીટ, એન્કાઉન્ટરને ગણાવ્યું બનાવટી
ગાંધીનગર, 3 જૂન: ઇશરત જહાં કેસમાં સીબીઆઇએ અમદાવાદની વિશેષ સીબીઆઇ કોર્ટમાં બુધવારે ચાર્જશીટ દાખલ કરી દિધી છે. ચાર્જશીટમાં પૂર્વ ડીઆઇજી ડી જી વણજારા અને તરૂણ બારોટનું નામ છે. ચાર્જશીટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે એન્કાઉન્ટરમાં આઇબી અને ગુજરાત પોલીસની મિલીભગત છે. ચાર્જશીટ અનુસાર ઇશરત આતંકવાદી ન હતી. એ પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે એન્કાઉન્ટરની એફઆઇઆર પહેલાં જ ડ્રોફ્ટ કરવામાં આવી હતી.
સીબીઆઇએ પોતાની ચાર્જશીટમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના નેતા અમિત શાહનું નામ નથી. સીબીઆઇના જણાવ્યા અનુસાર આ એન્કાઉન્ટર સંપૂર્ણ રીતે બનાવટી હતું. એમપણ કહેવામાં આવ્યું હતું કે આઇબીના સ્પેશિયલ ડાયરેક્ટર રાજેન્દ્ર કુમારની ભૂમિકા અંગે તપાસ ચાલુ છે. રાજેન્દ્ર કુમાર 31 જૂલાઇના રોજ ભારતીય પોલીસ સેવા (આઇપીએસ)માંથી નિવૃત થઇ જશે. આખી ચાર્જશીટ માટે સીબીઆઇએ બે દિવસનો સમય માંગ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ પાસે થયેલા આ એન્કાઉન્ટરમાં 19 વર્ષની ઇશરત ઉપરાંત જાવેદ શેખ ઉર્ફે પ્રાણેશ પિલ્લઇ, અમજદ અલી રાણા અને જીશાન જૌહરને મોતના ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આ એન્કાઉન્ટર 15 જૂન 2004ના રોજ થયું હતું.