For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇશરત એન્કાઉન્ટર કેસ: સીબીઆઇએ પ્રદીપ જાડેજાની કરી પૂછપરછ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 23 સપ્ટેમ્બર: કેન્દ્રીય તપાસ બ્યૂરો(સીબીઆઇ)એ ગુજરાતના કાયદા પ્રધાન પ્રદીપ સિંહ જાડેજા સાથે ઇશરત જહાં કહેવાતા નકલી એન્કાઉન્ટરમાં સોમવારે પૂછપરછ કરી.

સીબીઆઇ સૂત્રોએ ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીને નોટિસ આપીને તેમને તેમની સામે હાજર થવાનો આદેશ આપ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે ગાંધીનગરમાં જાડેજા સાથે નવેમ્બર 2011માં થયેલી એક કથિત મુલાકાતના સંબંધમાં પૂછપરછ કરવામાં આવી જે ઇશરત જહાં અને ત્રણ અન્યોના નકલી એન્કાઉન્ટરની 'તપાસમાં અડચણ નાખવા'ની રણનીતિ પર નિર્ણય માટે બોલાવવામાં આવી હતી.

isharat jahan case
બેઠકમાં ભાગ લેનાર 9 વ્યક્તિઓમાં સસ્પેન્ડેડ આઇપીએસ અધિકારી જી એલ સિંઘલે તપાસકર્તાઓને બે પેનડ્રાઇવ સોંપી છે જેમાં બેઠકની વાતચીત રેકોર્ડ કરવામાં આવી છે. સિંઘલ હવે જામીન પર છે કારણ કે એજેન્સી તેમની સામે નિર્ધારિત 90 દિવસની અંદર આરોપપત્ર દાખલ કરવામાં અસફળ રહી.

એડવોકેટ જનરલ ત્રિવેદીના ખાનગી ચેમ્બરમાં થયેલી બેઠકમાં શામેલ વ્યક્તિઓમાં જીએલ સિંઘલ, સિંઘલના વકીલ મિત્ર રોહિત વર્મા, જીસી મુરમુ, એકે શર્મા, તત્કાલિન ગૃહ રાજ્યમંત્રી પ્રફુલ પટેલ, પ્રદીપ જાડેજા, પૂર્વ મંત્રી અને હવે કૃષિમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા તથા ઇશરત મામલામાં અન્ય આરોપી તરૂણ બારોટનો સમાવેશ થાય છે.

English summary
Ishrat Jahan encounter case : CBI grills Gujarat minister Pradeepsinh Jadeja.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X