વડોદરા, અમદાવાદ , રાજકોટમાં જાણીતા શોરૂમ જોયઆલુક્કાસ પર ITના દરોડા

Subscribe to Oneindia News

આવકવેરા ખાતા દ્વારા અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં જોયઆલુક્કાસના શો રૂમ પર દરોડા પાડવામાં આવ્યા છે. અને રાજકોટ તેમજ વડોદરા અને અમદાવાદ ખાતે આવકવેરા વિભાગના જોઇન્ટ કમિશ્નર પંકજ શ્રીવાસ્તવના નેતૃત્વમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સાથે જ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન પણ હાથ ધરાયુ છે. રાજકોટમાં ગેસ્ફોર્ટ સિનેમાં આવેલા શો રૂમમાં સવારથી આવકવેરા વિભાગદની ટીમ ત્રાટકી હતી. તો વડોદરામાં પણ અલકાપુરી વિસ્તારમાં આવેલા જોયઆલુક્કાસના શો રૂમમાં આઇટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અને જે પણ ખરીદી તથા વેચાણ થયું છે તેની તપાસ ચાલી રહી છે.

Joyalukkas

તો અમદાવાદમાં પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસે આવેલ જોયઆલુક્કાસના શો રૂમ ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં 8-9 અધિકારીઓની ટીમ પહોંચી હતી. હાલમાં અધિકારીઓ ખરીદી અને વેચાણની સંપૂર્ણ વિગતો ચકાસી રહ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર દેશભરમાં જોયઆલુક્કાસના 125 કરતાં પણ વધુ શોરૂમ પર આઇટીની રેડ પડી છે અને આ આઈટીના અધિકારીઓ દ્વારા કમ્પ્યૂટર, હાર્ડ ડિસ્ક અને હિસાબી ચોપડા જપ્ત કરવામાં આવ્યા છે. સાથે જ આ તપાસમાં કાળા નાંણાની મોટી વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

English summary
IT raid at Joyalukkas shops all over in Gujarat. Read more on this news here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.