નોટબંધીમાં કૌભાંડનો દાવો કરનાર BJP નેતાના ઘરે ITની રેડ, 35 કરોડથી વધુની 10 સંપત્તિ મળી
સુરતઃ દેશમાં નોટબંધી સમયે સુરતના બિલ્ડર તેમજ જ્વેલર્સ દ્વારા કરોડોનુ કૌભાંડ થયાનો દાવો કરનાર આવકવેરા વિભાગના પૂર્વ અધિકારી તેમજ ભાજપ નેતા પીવીએસ શર્મા ખુદ જ સવાલોમાં ઘેરાઈ ગયા છે. આવકવેરાની ટીમ તેમના જ ઘરે રેડ પાડવા પહોંચી ગઈ જ્યાંથી તેમનો મોબાઈલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો. તપાસમાં તેમની પાસે 10 સંપત્તિ મળી જેની માર્કેટ વેલ્યુ 35 કરોડથી વધુ છે. આ ઉપરાંત તેમને મુંબઈની એક કંપની પાસથી પ્રતિ માસ દોઢ લાખની સેલેહી મળવાની માહિતી પણ સામે આવી છે. સાથે જ તેમના દ્વારા અત્યાર સુધી 90 લાખ રૂપિયા કમિશન લીધુ હોવાની ચર્ચા પણ શરૂ થઈ ગઈ.

21 ઓક્ટોબરની રાતથી આવકવેરા વિભાગની કાર્યવાહી
માહિતી મુજબ ટ્વિટર પર મની લૉન્ડ્રીંગનો આરોપ લગાવ્યા બાદથી પીવીએસ શર્માના ઘરે 21 ઓક્ટોબરની રાતથી આવકવેરા વિભાગની કાર્યવાહી ચાલી રહી છે. જે બાદ પીવીએસ શર્મા પોતાના ઘરની બહાર જ ધરણા પર બેસી ગયા. અધિકારીઓના જણાવ્યા મુજબ તેમણે તપાસમાં કોઈ સહયોગ કર્યો નથી અને દરેક વાત પર ઉંધા જવાબ આપ્યા છે. જો કે બાદમાં અધિકારીઓ દ્વારા એફઆઈઆરની વાત કરાતા તે શાંત થયા.

15 વર્ષમાં કરોડો રૂપિયાની સંપત્તિ ભેગી કરી
અધિકારીઓનુ કહેવુ છે કે શર્માએ નોકરી છોડ્યાના 15 વર્ષમાં કરોડો રૂપિયાની સંપત્તિ ભેગી કરી છે. વર્ષ 2005-2006માં તેમણે વીઆરએસ લીધુ હતુ. ત્યારે તેમનો પગાર 60 હજાર રૂપિયા હતો. જો કે આજે 15 વર્ષ બાદ બીજી કંપની કુસુમ સિલિકૉનમાં તેમનો પગાર દોઢ લાખ રૂપિયા છે અને છેલ્લા 10 વર્ષોમાં તે કંપની પાસેથી 90 લાખ રૂપિયા કમિશન પણ લઈ ચૂક્યા છે.

વધુ ચોંકાવનારી હકીકત સામે આવવવાની સંભાવના
આવકવેરા વિભાગના અધિકારીઓએ જણાવ્યુ કે શર્માના દસ્તાવેજમાં સાડા 6 કરોડની લોન છે. તો તેમના ઘરેથી ત્રણ લાખ રૂપિયા કેશ મળ્યા છે. આ ઉપરાંત બેંક અકાઉન્ટમાંથી 10 લાખ રૂપિયા સહિત ત્રણ લૉકર પણ મળ્યા છે. આ લૉકર્સ ખુલ્યા બાદ બીજી ચોંકાવનારી હકીકત સામે આવવવાની સંભાવના આઈટી અધિકારીઓએ વ્યક્ત કરી છે. સાથે જ ચાર લક્ઝરી કાર, ફ્લેટ, ફાર્મ હાઉસ અને બંગલા સહિત 10 પ્રોપર્ટીને પણ સીલ કરવામાં આવી છે.
ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર નરેશ કનોડિયા કોરોના પૉઝિટીવ