પ્રજામાં કોંગ્રેસ ખલાસ થઈ ગઈ, આ તો ટ્રેલર છેઃ વિજય રૂપાણી
ગુજરાત પેટાચૂંટણીની મતગણતરી પતવા આવી છે. મોટાભાગની સીટમાં ભાજપ ભારે લીડથી આગળ છે. તમામ આઠેય સીટ પર ભાજપ આગળ છે પરંતુ મોરબીમાં હજી પણ ખરાખરીનો ખેલ જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે અહીં આકરી ટક્કર જોવા મળી રહી છે. જો કે તામ આઠ સીટ પર ભાજપની જીત નક્કી થઈ જતાં કમલમ ખાતે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સીએમ વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને બધાનો આભાર માન્યો.
વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાતમાં આઠે આઠ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, આ ત્યાંની જનતાનો વિજય છે આ ગુજરાતની પ્રજાનો વિજય છે. આ વિજયના યશમાં ભારતીય જનતા પાર્ટીઓના કાર્યકરોનો પણ ભાગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલતી દિલ્હીની સરકાર તેમના કરેલાં કામો, જેના પર જનતાએ ભરોસો જતાવ્યા છે, અને લોકોએ પ્રતિસાદ આપ્યો છે. આ ચૂંટણીમાં ગુજરાતમાં અલગ અલગ વિસ્તારો, અલગ અલગ સમાજોએ મતદાન કર્યું છે.
કહ્યું કે દરેક સમાજે આ ચૂંટણીમાં મતદાન કર્યું છે. મુસ્લિમ પ્રભાવિત એરિયાઓ હોય, કોળી પ્રભાવિત એરિયા હોય, આદિવાશી પ્રભાવિત એરિયા હોય બધામાં ભવ્ય લીડ મળી છે. ડાંગમાં 30000 મતથી અમે આગળ છીએ, ડાંગના ઈતિહાસમાં ક્યારેય આટલી વધુ લીડ ક્યારેય નથી મળી. લોકોએ ભરી ભરીને મત આપ્યા છે. કોંગ્રેસથી અનેક ગણાં મત ભારતીય જનતા પાર્ટીને મળ્યાં છે.
Morbi By-Election Result 2020 Live Updates: 20 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર આગળ
વધુમાં વિજય રૂપાણીએ કહ્યું કે અમુક જગ્યાએ તો અપક્ષ ઉમેદવારો પણ કોંગ્રેસથી આગળ થઈ ગયા છે. આ ચૂંટણીને વિજયભાઈ રૂપાણીએ 2022ની ચૂંટણીનું ટ્રેલર ગણાવ્યું અને કહ્યું કે આ ચૂંટણી નિર્ણાયક હતી અને તેમાં ભારતીય જનતા પાર્ટી પર પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો છે તે પ્રત્યે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ બનશે.