શું કરે છે ટ્રમ્પના જમાઈ, લગ્ન કરવા દીકરી ઈવાંકાએ બદલ્યો હતો પોતાનો ધર્મ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના બે દિવસીય પ્રવાસની શરૂઆત અમદાવાદથી કરી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમની પત્ની મેલાનિયા, દીકરી ઈવાંકા ટ્રમ્પ અને જમાઈ જેરેડ કુશનર પણ ભારતના પ્રવાસે આવ્યા છે. ટ્રમ્પે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે કાર્યક્રમને સંબોધિત કર્યો. આ દરમિયાન તેમની પત્ની મેલાનિયા પણ હાજર હતી. ટ્રમ્પની દીકરી ઈવાંકા પહેલા પણ ભારતના પ્રવાસે આવી ચૂકી છે. તેમણે જેરેડ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

ટ્રમ્પના વરિષ્ઠ સલાહકાર છે કુશનર
ઈવાંકાને જેરેડ સાથે લગ્ન કરવા માટે પોતાનો ધર્મ બદલવો પડ્યો હતો. જેરેડ યહૂદી ધર્મના છે અને તેમણે હાવર્ડમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. તે હાલમા ડોનાલ્ડ ટ્રમ્પના વરિષ્ઠ સલાહકાર તરીકે કામ કરી રહ્યા છે અને તેમની સાથે જ ભારતના પ્રવાસ પર આવ્યા છે. કુશનરે એમબીએની ડીગ્રી મેળવી છે. ઈવાંકા અને કુશનરની વાત કરીએ તો તે બંનેની મુલાકાત વર્ષ 2007માં થઈ હતા. જણાવવામાં આવે છે કે જેરેડની મા ને ઈવાંકા સાથે સંબંધ માટે વાંધો હતો.

ઈવાંકાએ બદલ્યો હતો પોતાનો ધર્મ
વાસ્તવમાં ઈવાંકા ક્રિશ્ચિયન હતી અને આ લોકો યહૂદી ધર્મના હતા. એવામાં ઈવાંકાએ જેરેડ સાથે લગ્ન માટે પોતાનો ધર્મ બદલ્યો હતો. વર્ષ 2009માં બંનેના લગ્ન થયા, તેમના ત્રણ બાળકો છે. જો કે ઈવાંકાના ધર્મ પરિવર્તન પર ત્યારે ટ્રમ્પે નારાજગી દર્શાવી હતી. અમદાવાદમાં ટ્રમ્પનુ વિમાન એરપોર્ટ પહોંચ્યુ તો પહેલા ઈવાંકા બહાર આવી, ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મેલાનિયા સાથે બહાર આવ્યા.

ટ્રમ્પ સાથે ઈવાંકા પણ આવી છે ભારત પ્રવાસ પર
ઈવાંકા પોતાના પિતા સાથે સાબરમતી આશ્રમ પણ ગઈ હતી. વળી, ટ્રમ્પે સાબરમતી આશ્રમમાં પોતાની પત્ની સાથે ચરખો ચલાવ્યો ત્યારબાદ તેમણે વિઝિટર બુકમાં સંદેશ પણ લખ્યો. સાબરમતી આશ્રમ બાદ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા જ્યાં તેમણે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધિત કરીને પીએમ મોદીની પ્રશંસા કરી. ટ્રમ્પે કહ્યુ, ‘પીએમ મોદી તમે માત્ર ગુજરાતનુ ગૌરવ નથી પરંતુ તમે એક જીવતુ જાગતુ ઉદાહરણ છો કે કેવી રીતે સખત મહેનત અને સમર્પણ ભાવથી ભારતીય કંઈ પણ મેળવી શકે છે, જે તે વિચારે છે બધુ મેળવી શકે છે.'

ભારત-અમેરિકા સંબંધોનો નવો અધ્યાય છે આ પ્રવાસ - પીએમ મોદી
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પનુ સ્વાગત કર્યુ અને કહ્યુ કે તેમની આ યાત્રા ભારત-અમેરિકાના સંબંધોનો નવો અધ્યાય છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં બોલતા પીએમ મોદીએ ટ્રમ્પ અને મેલાનિયાનુ સ્વાગત કર્યુ. તેમણે કહ્યુ, આ ધરતી ગુજરાતની છે પરંતુ તમારા સ્વાગત માટે જોશ સમગ્ર હિંદુસ્તાનનુ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પનુ પોતાના પરિવાર સાથે અહીં આવવુ ભારત-અમેરિકા સંબંધોને એક પરિવાર જેવી મિઠાશ અને ઘનિષ્ઠતાની ઓળખ આપી રહ્યુ છે.

આગ્રા પહોંચ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ
અમદાવાદ બાદ હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની આગ્રા પહોંચ્યા છે. અહીં તે તાજમહેલ જોવા જશે. આગ્રામાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અમેરિકી રાષ્ટ્રપતિનુ સ્વાગત કર્યુ. આ દરમિયાન રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર હતા. ટ્રમ્પના આ પ્રવાસને જોતા આગ્રામાં સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના આગ્રા પ્રવાસ માટે સુરક્ષા વ્યવસ્થા પર આઈજી આગ્રા એ સતીશ ગણેશે કહ્યુ કે ક્યારે પણ જ્યારે વીવીઆઈપીના પ્રવાસ માટે તૈયારીઓ કરવામાં આવે છે, તે સ્ટાડર્ડ પ્રોટોકૉલ છે.
આ પણ વાંચોઃ ઈવાંકાને પૂછ્યુ કેવો લાગ્યો 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ, જાણો શું બોલી ટ્રમ્પની દીકરી