For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સંકટ વચ્ચે આજે નીકળી ભગવાન જગન્નાથની રથયાત્રા, CM રૂપાણીએ ખેંચ્યો રથ

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિર પરિસરમાં જ શરૂ થઈ છે.

|
Google Oneindia Gujarati News

કોરોના સંકટ વચ્ચે આજથી વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થઈ રહી છે પરંતુ આ યાત્રામાં સુપ્રીમ કોર્ટમાં જણાવેલા નિર્દેશોનુ પાલન કરવાનુ રહેશે. તમને જણાવી દઈએ કે લગભગ 2500 વર્ષથી વધુ જૂની રથયાત્રાના ઈતિહાસમાં પહેલી વાર એવુ થશે કે આ રથયાત્રામાં ભક્તો ઘરોમાં કેદ રહેશે. રથયાત્રા પહેલા પુરીને શટડાઉન કરી દેવામાં આવ્યુ છે. આજે સવારથી જ યાત્રા સાથે જોડાયેલા અનુષ્ઠાન પણ શરૂ થઈ ચૂક્યા છે. વળી, અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિર પરિસરમાં જ શરૂ થઈ છે.

પુરીમાં આજે નીકળશે ભગવાન જગન્નાથી રથયાત્રા

પુરીમાં આજે નીકળશે ભગવાન જગન્નાથી રથયાત્રા

તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ સોમવારે રાતે 9 વાગ્યાથી જ પુરીમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. જે બુધવારે બપોરે 2 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ દરમિયાન કોઈને ઘરમાંથી બહાર નીકળવાની મંજૂરી નથી. દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યુ છે કે રથયાત્રામાં 500થી વધુ લોકો શામેલ નહિ થઈ શકે. રથને માત્ર સેવાદાર જ ખેંચશે અને યાત્રામાં એ જ લોકો શામેલ હશે જે કોરોના નેગેટીવ હશે.

ગુજરાત હાઈકોર્ટે ન આપી મંજૂરી

ઉલ્લેખનીય છે કે ઓરિસ્સામાં પુરી ઉપરાંત પણ ઘણા જગ્યાઓએ આવી રથયાત્રાનુ આયોજન કરવામાં આવે છે. વળી બીજી તરફ અમદાવાદમાં ભગવાન જગન્નાથની યાત્રાને મંજૂરી આપવા માટે ગુજરાત હાઈકોર્ટમાં સોમવારે મોડી રાત સુધી સુનાવણી થઈ પરંતુ ગુજરાતમાં સરકારના પક્ષમાં ચુકાદો ન આવ્યો. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં પણ રથયાત્રા નીકળે છે માટે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સવારે મંદિર પરિસર પહોંચ્યા હતા.

સીએમ વિજય રૂપાણીએ કહી મોટી વાત

ત્યારબાદ આજે સીએમ વિજય રૂપાણીએ અમદાવાદના શ્રી જગન્નાથ મંદિર પહોંચી રથયાત્રામાં ભાગ લીધો અને આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે હું મંદિરના ટ્રસ્ટી અને મહંતનો આભાર માનુ છુ જેમણે મંદિર પરિસરની અંદર જ રથયાત્રા કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોનાની સાવરણીથી સ્વચ્છ કરી રથ ખેંચ્યો. તે આ પહેલા આરતીમાં પણ શામેલ થયા.

કાશીમાં તૂટી 218 વર્ષો જૂની પરંપરા

કાશીમાં તૂટી 218 વર્ષો જૂની પરંપરા

એટલુ જ નહિ કાશીમાં પણ આ વખતે ભગવાન જગન્નાથની રથયાત્રા નહિ નીકળે. કોરોના સંક્રમણના કારણે ભગવાન નગર ભ્રમણ અને યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 1802થી કાશીમાં રથયાત્રા મેળાનુ આયોજન થાય છે. આ પરંપરા 218 વર્ષોથી ચાલતી આવતી હતી પરંતુ આ વખતે કોરોના સંકટના કારણે આ પંરંપરા તૂટી ગઈ.

પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર, 1 જવાન શહીદપુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ

English summary
Jagannath Rath Yatra begins amid corona Gujarat CM Rupani pulled the rath in Ahmedabad for RathYatra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X