For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LIVE: રથયાત્રા દરમિયાન સરસપુરમાં ધક્કામુક્કી થતાં 5ને ઇજા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 29 જૂન: રવિવારે અમદાવાદ અને પુરીથી દેશભરમાં ભગવાન જગન્નાથની 137મી રથયાત્રાની શરૂઆત થઇ ગઇ છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી અને ભગવાન પાસે સારા ચોમાસા માટે પ્રાર્થના કરી. તેમણે ટ્વિટ કર્યું 'રથયાત્રાના અવસર બધા લોકોને મારી શુભેચ્છાઓ. આ મંગળ દિવસ પર આપણે ભગવાન જગન્નાથની સમક્ષ માથું ઝુકાવીએ છીએ. ભગવાન જગન્નાથ આપણને સારા ચોમાસાથી ધન્ય કરે જેથી ખેડૂતોનું ભલું થાય.'

Update

- રથયાત્રા દરમિયાન સરપપુર ચાર રસ્તા પાસે ભીડ એકઠી થતાં ધક્કામુક્કી સર્જાતાં પાંચ જેટલા વ્યક્તિએ ઇજા પહોંચી અને તેમને તાત્કાલિક સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- ધક્કામુક્કીના લીધે બેરક તૂટી જતાં ભારે અવ્યવસ્થા સર્જાઇ

- ભગવાન જગન્નાથ સાથે રથયાત્રા મોસાળ સરસપુર પહોંચ્યા છે. મોસાળમાં ભાણેજનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

- સરસપુરના રહીશોએ ભગવાનને આવકાર્યા, સમગ્ર સરસપુરમાં ઉત્સાહનો માહોલ

- સરસપુર પહોંચી રથયાત્રા. જગન્નાથના રથ સરસપુરમાં પહોંચ્યા પછી વિરામ અને જમણવાર બાદ રથયાત્રા નિયત માર્ગે આગળ વધશે. એક અંદાજ મુજબ અંદાજે 3 લાખ લોકો સરસપુરની વિવિધ પોળોમાં પ્રસાદ લેશે. સરસપુરમાં રથયાત્રાને લઈને પરંપરાગત મેળો પણ ભરાયો છે.

- ખાડિયા પાસે 7 અખાડિયનો કરતબ કરતા ઘાયલ થયા

- આજે બપોરે વાગે મહાનગર પાલિકાએ જગન્નાથ રથયાત્રા પહોંચી હતી, જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર ભગવાનનું સ્વાગત કર્યું હતું.

આ પહેલાં શનિવારે યાત્રા શરૂ થતાં પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પહિંદ-વિધિ કરી હતી. રથયાત્રા શહેરમાં લગભગ 18 કિલોમીટરનું અંતર કાપશે. તેમાં હાથી, 100 ટ્રક અને ગવૈયાની 18 ટુકડીઓનો સમાવેશ થાય છે.

અમદાવાદ શહેરમાં રથયાત્રાને ધ્યાનમાં રાખતાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદના પોલીસ કમિશ્નર શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે 19 હજારથી વધુ પોલીસ અર્ધસૈનિકો દળોની તૈનાતી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે સુરક્ષા વ્યવસ્થામાં આઠ આઇજી અને ડીઆઇજી સ્તરના અધિકારીઓ, 39 એસપી, 76 ડેપ્યુટી એસી, 222 પોલીસ ઇન્સપેક્ટર્સ, 759 પોલીસ સબ ઇન્સપેક્ટર્સ, 266 મહિલા પોલીસ, 12,050 સિપાહીઓ, સીઆરપીએફની બે કંપનીઓ, ગુજરાત સ્ટેટ રિઝર્વ પોલીસની 36 કંપનીએઓ, બીએસએફની આઠ કંપનીઓ, સીઆઇએસએફની ચાર કંપનીઓ અને રેપિડ એક્શન ફોર્સની ચાર કંપનીઓની ગોઠવણી કરવામાં આવી છે. આ ઉપરાંત હોમગાર્ડ્સના જવાનો પણ ગોઠવવામાં આવ્યા છે.

રથયાત્રાને ધ્યાનમાં રાખતા પુરીમાં પણ આકરી સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઓરિસ્સા પોલીસના સ્પેશિયલ ડીજી સંજીવ મારિકે જણાવ્યું હતું કે 6 હજારથી વધુ સુરક્ષાદળો ગોઠવવામાં આવ્યા છે. તેમાં 115 પોલીસ પ્લાટૂન, 1000 ઉચ્ચ રેંકના અધિકારીઓ 2000 હોમગાર્ડ્સના જવાનોને જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથના રથ પાસે શ્રદ્ધાળુઓની ભીડ જામે નહી તે માટે બેરીકેટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે.

 ભગવાન જગન્નાથની 137મી રથયાત્રા

ભગવાન જગન્નાથની 137મી રથયાત્રા

રવિવારે અમદાવાદ અને પુરીથી દેશભરમાં ભગવાન જગન્નાથની 137મી રથયાત્રાની શરૂઆત થઇ ગઇ છે.

મોદીએ પાઠવી શુભેચ્છા

મોદીએ પાઠવી શુભેચ્છા

આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી અને ભગવાન પાસે સારા ચોમાસા માટે પ્રાર્થના કરી. તેમણે ટ્વિટ કર્યું 'રથયાત્રાના અવસર બધા લોકોને મારી શુભેચ્છાઓ. આ મંગળ દિવસ પર આપણે ભગવાન જગન્નાથની સમક્ષ માથું ઝુકાવીએ છીએ. ભગવાન જગન્નાથ આપણને સારા ચોમાસાથી ધન્ય કરે જેથી ખેડૂતોનું ભલું થાય.'

આકરી સુરક્ષા વ્યવસ્થા

આકરી સુરક્ષા વ્યવસ્થા

અમદાવાદ શહેરમાં રથયાત્રાને ધ્યાનમાં રાખતાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદના પોલીસ કમિશ્નર શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે 19 હજારથી વધુ પોલીસ અર્ધસૈનિકો દળોની તૈનાતી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે સુરક્ષા વ્યવસ્થામાં આઠ આઇજી અને ડીઆઇજી સ્તરના અધિકારીઓ, 39 એસપી, 76 ડેપ્યુટી એસી, 222 પોલીસ ઇન્સપેક્ટર્સ, 759 પોલીસ સબ ઇન્સપેક્ટર્સ, 266 મહિલા પોલીસ, 12,050 સિપાહીઓ, સીઆરપીએફની બે કંપનીઓ, ગુજરાત સ્ટેટ રિઝર્વ પોલીસની 36 કંપનીએઓ, બીએસએફની આઠ કંપનીઓ, સીઆઇએસએફની ચાર કંપનીઓ અને રેપિડ એક્શન ફોર્સની ચાર કંપનીઓની ગોઠવણી કરવામાં આવી છે. આ ઉપરાંત હોમગાર્ડ્સના જવાનો પણ ગોઠવવામાં આવ્યા છે.

શંકરસિંહ વાધેલા કરી પ્રાર્થના

શંકરસિંહ વાધેલા કરી પ્રાર્થના

ભગવાન જગન્નાથની 137મી રથયાત્રા પહેલાં શંકરસિંહ વાધેલાએ જગન્નાથ મંદિરમાં પ્રાર્થના કરી હતી.

હાથીઓનો શણગાર

હાથીઓનો શણગાર

રથયાત્રામાં ભાગ લેવા માટે શણગારમાં આવતા ગજરાજ.

મુસ્લિમ આગવાનોની મહંત સાથે મુલાકાત

મુસ્લિમ આગવાનોની મહંત સાથે મુલાકાત

રથયાત્રા પહેલાં મુસ્લિમ આગેવાનોએ જગન્નાથ મંદિરના મહંત સાથે મુલાકાત કરી હતી.

રથયાત્રાનું પ્રસ્થાન

રથયાત્રાનું પ્રસ્થાન

આનંદીબેન પટેલે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી હતી કે રાજ્યમાંપ્રભુની કૃપા વરસે, સારો વરસાદ થાય. ત્યારબાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

શું હશે પ્રસાદમાં

શું હશે પ્રસાદમાં

25 હજાર કિલો મગનો પ્રસાદ25000 કિલો મગનો પ્રસાદ500 કિલો જાંબુ300 કિલો કેરી300 કિલો કાકડી અને દાડમ2,00,000 ઉપરણાનો પ્રસાદ અપાશે.

રથ ખેંચવા માટે ખલાસીઓ

રથ ખેંચવા માટે ખલાસીઓ

ભગવાનના રથ ખેંચવા ભરૂચના ૧૦૦૦થી ૧૨૦૦ જેટલા ખલાસીભાઇઓ પણ રથયાત્રામાં સામેલ થયા

ભગવાનના દર્શન માટે ઉમટે છે લોકોની ભીડ

ભગવાનના દર્શન માટે ઉમટે છે લોકોની ભીડ

ભગવાનનાં મોસાળ એવા સરસપુર ખાતે બહેન સુભદ્રાજીની સાથે ભગવાન જગન્નાથજી અને ભાઇ બળભદ્રજી પધારે છે ત્યારે રથયાત્રા અહીં લગભગ દોઢ કલાક વિરામ કરે છે ત્યારબાદ પરંપરાગત માર્ગે આગળ વધે છે તે દરમિયાન લગભગ ચાર લાખ લોકો ભગવાનનાં દર્શન કરવા માટે ઉમટી પડે છે.

2000થી વધુ સાધુ-સંતો

2000થી વધુ સાધુ-સંતો

દેશભરમાંથી આ રથયાત્રામાં ભાગ લેવા માટે 2000થી વધુ સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાશિક, ઉજ્જૈન, જગન્નાથપુરીથી આવ્યા

જય રણછોડ માખણ ચોરના નારાથી ગુંજી ઉઠ્યું અમદાવાદ

જય રણછોડ માખણ ચોરના નારાથી ગુંજી ઉઠ્યું અમદાવાદ

સમગ્ર અમદાવાદ જય રણછોડ માખણ ચોરના નારાથી ગુંજી ઉઠ્યુ છે. સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા ઠેર-ઠેર સેવાકેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. તે ઉપરાંત ભક્તો માટે ઠેર ઠેર શરબત અને છાશના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે.

ભગવાન દર્શન માટે ભીડ

ભગવાન દર્શન માટે ભીડ

નગરચર્યામાં પહેલા રથમાં ભાઈ બલરામ બીજા રથમાં બહેન સુભદ્રા અને ત્રીજા રથમાં ભગવાન જગન્નાથ આજે સામેથી ભક્તોને દર્શન આપી રહ્યાં છે.

મેયરે કર્યું સ્વાગત

મેયરે કર્યું સ્વાગત

ભગવાન જગન્નાથના રથ હાલ કોર્પોરેશન પહોંચ્યા છે. જ્યા મેયર મીનાક્ષીબેન પટેલ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયું હતુ. રથયાત્રા તેના નિયત સમય કરતા બે કલાક મોડી ચાલી રહી છે. સવારે 9 કલાકે રથ કોર્પોરેશન પહોંચવાની ગણતરી જે 11 વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા.

English summary
Prime Minister Narendra Modi today greeted people on the occasion of the 137th Rathyatra of Lord Jagannath and prayed for peace, prosperity and rains in the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X