For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જગન્નાથ યાત્રા શરૂ, દર્શન માટે ભક્તોનો સૈલાબ ઉમટ્યો

9 દિવસો સુધી ચાલનારી ભગવાન જગન્નાથ પૂરીની રથયાત્રા કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આજથી ઓડિશામાં અને એક દિવસીય રથયાત્રા ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

9 દિવસો સુધી ચાલનારી ભગવાન જગન્નાથ પૂુરીની રથયાત્રા કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આજથી ઓડિશામાં અને એક દિવસીય રથયાત્રા ગુજરાતના અમદાવાદમાં શરૂ થઈ ગઈ છે. ઓડિશાના પુરીમાં રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રા પોતાના ઘર એટલે કે જગન્નાથ મંદિરથી ગુંડિચા મંદિર જાય છે. ગુંડિચા મંદિરને ભગવાન જગન્નાથની માસીનું ઘર માનવામાં આવે છે.

jagannath

વળી, ગુજરાતના અમદાવાદમાં શરૂ થયેલી રથયાત્રાની સવારની આરતીમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ શામેલ થયા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિનભાઈ પટેલે સોનાની સાવરણીથી કચરો વાળીને રથયાત્રાનો શુભારંભ કરાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સમગ્ર દેશવાસીઓને રથયાત્રા પર્વની શુભકામનાઓ પાઠવી હતી અને કહ્યુ હતુ કે ભગવાન જગન્નાથના આશીર્વાદથી આપણો દેશ પ્રગતિની નવી ઉંચાઈએ પહોંચે અને દરેક દેશવાસી ખુશી અને સંપન્ન રહે તેવી શુભકામના.

ઓડિશામાં પુરીના જગન્નાથ મંદિરમાં પહોંચેલા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભગવાનની આરતી કરીને આશીર્વાદ લીધા હતા તેમજ ભક્તોમાં પ્રસાદ વહેંચ્યો હતો.

English summary
Jagannath Yatra has started in Puri and Ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X