ભારતીય પરિધાનમાં જોવા મળ્યા PM શિન્ઝો આબે અને તેમના પત્ની

Written By:
Subscribe to Oneindia News

બુધવારે બપોરે લગભગ 3.30 વાગ્યે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્ની અકી આબે અમદાવાદ એરોપોર્ટ પર પધાર્યા હતા. તેમના વિમાન પર જાપાનના નાના રાષ્ટ્રધ્વજ સાથે ભારતનો પણ રાષ્ટ્રધ્વજ જોવા મળ્યો હતો. વડાપ્રધાન શિન્ઝો આબેની આ મુલાકાત રાજકીય રીતે તો અત્યંત ખાસ છે જ, પરંતુ પીએમ મોદીએ આ મુલાકાતને પીએમ શિન્ઝો આબે અને તેમના પત્ની માટે યાદગાર બનાવવામાં કશું જ બાકી નથી રાખ્યું. ચુસ્ત સુરક્ષા બંદોબસ્તથી માંડીને આ વિદેશી મહેમાનના ભારતીય વસ્ત્ર પરિધાન સુધીનું તેમણે ધ્યાન રાખ્યું છે, એમ કહી શકાય.

shinzo abe in ahmedabad

પીએમ શિન્ઝો આબે એરપોર્ટ પર પહોંચ્યા બાદ પીએમ મોદીએ તેમનું સ્વાગત કરતાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. એરપોર્ટ પર શિન્ઝો આબે અને તેમના પત્ની અકી આબે તેમના પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં જોવા મળ્યા હતા.

ભારતીય પરિધાનમાં સજ્જ જાપાનનું પ્રથમ દંપતી

ત્યાર બાદ અમદાવાદ એરપોર્ટથી જ પીએમ મોદી અને પીએમ શિન્ઝો આબેનો સાબરમતી આશ્રમ સુધીનો રોડ શો શરૂ થયો હતો, જેમાં શિન્ઝો આબેના પત્ની અકી આબે પણ જોડાયા હતા. રોડ શો માટે જ્યારે શિન્ઝો આબે અને અકી આબે બહાર આવ્યા ત્યારે તે ભારતીય વસ્ત્રોમાં સજ્જ હતા. પીએમ શિન્ઝો આબેએ ઓફ વ્હાટ રંગના કુર્તા પર ભૂરું જેકેટ પહેર્યું હતું, જ્યારે તેમના પત્ની અકી આબે મરુન રંગના ડ્રેસમાં જોવા મળ્યા હતા.

shinzo abe in ahmedabad

ઐતિહાસિક રોડ શો

નોંધનીય છે કે, દેશના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે એક દેશના પીએમ અન્ય દેશના પીએમ સાથે જોઇન્ટ રોડ શો કરી રહ્યાં હોય. આ રોડ શોને વધુ ખાસ બનાવવા માટે રૂટ પર 28 અલગ-અલગ સ્થળોએ ભારતના 28 રાજ્યોના પ્રતિનિધિત્વ કરતા નાના-નાના સ્ટેજ ઊભા કરવામાં આવ્યા હતા. આ સ્ટેજ પર પોતાના પરંપરાગત વસ્ત્રોમાં કલાકારોએ પોતાની લોક સંસ્કૃતિની ઝાંખી આપી હતી. પીએમ શિન્ઝો આબેના પત્ની અકી આબે આ સઘળું પોતાના મોબાઇના કેમેરામાં કેદ કરતાં નજરે પડ્યાં હતા.

English summary
Japanese PM Shinzo Abe and Akie Abe opt for Indian wear for the road show.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.