For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જસદણ પેટા ચૂંટણી ભાજપ-કોંગ્રેસ માટે બની પ્રતિષ્ઠાનો જંગ

જસદણ પેટા ચૂંટણી ભાજપ-કોંગ્રેસ માટે બની પ્રતિષ્ઠાનો જંગ

|
Google Oneindia Gujarati News

જસદણઃ ગુજરાતની જસદણ વિધાનસભા સીટ પર 20 ડિસેમ્બરે પેટા ચૂંટણઈ થનાર છે, જેના માટે કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. અહીં મતદાતાઓને લુભાવવા માટે નેતાઓ કોઈ કસર છોડવા માંગતા નથી. આજે કોંગ્રેસ અને ભાજપની વિશાળ રેલી આમને સામને આવી જતાં સૂત્રોચ્ચાર થયા હતા. બળદ-ગાડાં, ઢોલ-નગારાં સાથે વિશાળ રેલી કાઢવામાં આવી છે.

ગુજરાતની અંતિમ પેટા ચૂંટણી

ગુજરાતની અંતિમ પેટા ચૂંટણી

લોકસભા ચૂંટણી પહેલા આ ગુજરાતની અંતિમ પેટાચૂંટણી છે અને બંને પાર્ટીઓ માટે હવે આ પ્રતિષ્ઠાની લડાઈ બની ચૂકી છે. ભાજપ તરફથી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બાવળિયા પહેલા કોંગ્રેસમાં સામેલ હતા, પરંતુ પાર્ટી તરફથી વિપક્ષના નેતા બનાવવામાં ન આવતાં નારાજ થયેલા કુંવરજી બાવળિયા જુલાઈ 2018માં ભાજપમાં સામેલ થઈ ગયા હતા. ભાજપે તે દિવસે જ બાવળિયાને મંત્રી બનાવી દીધા હતા.

ભાજપ માટે રણનીતિની પરિક્ષા

ભાજપ માટે રણનીતિની પરિક્ષા

ભાજપ માટે આ પેટા ચૂંટણી તેમની રણનીતિની પરિક્ષા છે, જ્યાં ભાજપ ગુજરાતના સૌથી મોટા કોળી સમુદાયને બાવળિયાના માધ્યમથી લુભાવવાની કોશિશમાં લાગ્યું છે. જ્યારે કોંગ્રેસ માટે જસદણની આ પેટાચૂંટણી તેમની પ્રતિષ્ઠાની લડાઈ છે અને પોતાના ગઢને બનાવી રાખવા માટે આકરી મહેનત કરી રહ્યા છે. આગામી વર્ષે થનાર લોકસભા ચૂંટણી પહેલા આ પેટાચૂંટણી રસપ્રદ હશે. કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા, જેઓએ પ્રાથમિક અભ્યાસ જ મેળવ્યો છે.

કોંગ્રેસને કહ્યા લુખ્ખા

કોંગ્રેસને કહ્યા લુખ્ખા

જો કે અવસર નાકિયા માટે અહીં ચૂંટણી લડવી એટલી સહેલી નહિ હોય, કેમ કે એમની સામે ઉભેલા બાવળિયા ચાર વખત વિધાનસભા અને એક વખત લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે, પરંતુ આમ છતાં તેઓ બાવળિયાને આકરી ટક્કર આપવામાં લાગી ગયા છે. આજે બંને પક્ષની રેલીઓ આમને સામને આવી જતાં બોલાચાલી થઈ હતી. ત્યારે ભાજપના જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે કોંગ્રેસ લુખ્ખાગીરી પર ઉતરી આવી છે અને કોંગ્રેસની ગળથૂથીમાં જ દાદાગીરી છે.

સીએમ બનતાં જ બોલ્યા કમલનાથ, 'યૂપી-બિહારના લોકોને કારણે અમારા યુવાનો બેરોજગાર' સીએમ બનતાં જ બોલ્યા કમલનાથ, 'યૂપી-બિહારના લોકોને કારણે અમારા યુવાનો બેરોજગાર'

English summary
jasdan bypoll: fight of Reputation for congress and bjp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X