For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જસદણ સીટ પર કુંવરજી બાવળિયાની જીત 2019માં સૌરાષ્ટ્રમાં વધારશે કોંગ્રેસની મુશ્કેલી

ગુજરાતના રાજકોટ જિલ્લાની જસદણ વિધાનસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં કુંવરજી બાવળિયાની જીત ભાજપ માટે 2019ની દ્રષ્ટિએ ખૂબ મહત્વની છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના રાજકોટ જિલ્લાની જસદણ વિધાનસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં કુંવરજી બાવળિયાની જીત ભાજપ માટે 2019ની દ્રષ્ટિએ ખૂબ મહત્વની છે. કોંગ્રેસ માટે આ ગુજરાતમાં મોટા ઝટકા તરીકે જોવામાં આવી રહી છે કારણકે 2018ની પેટા ચૂંટણીમાં જસદણથી ભાજપની ટિકિટ પર જીતનાર કુંવરજી બાવળિયા થોડા સમય પહેલા સુધી કોંગ્રેસમાં જ હતા. તેમણે જુલાઈ 2018માં કોંગ્રેસના સભ્યપદ અને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યુ ત્યારબાદ ભાજપની સરકારમાં મંત્રી બન્યા અને હવે પેટા ચૂંટણી જીતી ગયા છે. આમ તો જસદણ વિધાનસભા સીટ જીત્યા બાદ ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 1 વધી ગઈ અને 99માંથી હવે 100 પર આવી ગઈ છે. આંકડાઓનું ઝીણવટપૂર્વક વિશ્લેષણ કરીએ તો આ જીતનો પ્રભાવ 2019 લોકસભા ચૂંટણી સુધી જશે. ભાજપને ઓછોમાં ઓછુ 3 સીટો પર લોકસભામાં કુંવરજી બાવળિયાના પ્રભાવનો ફાયદો મળી શકે છે. આ જ કુંવરજી બાવળિયા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તેમણે ભાજપને સૌરાષ્ટ્રમાં ઘણુ નુકશાન પહોંચાડ્યુ હતુ.

35 વિધાનસભા સીટો-3 લોકસભા ક્ષેત્રો પર પ્રભાવ ધરાવે છે કોળી મતદારો

35 વિધાનસભા સીટો-3 લોકસભા ક્ષેત્રો પર પ્રભાવ ધરાવે છે કોળી મતદારો

કુંવરજી બાવળિયા કોળી સમાજના મોટા નેતા માનવામાં આવે છે. સમગ્ર ગુજરાતના મતદારોની દ્રષ્ટિએ જોઈએ તો કોળી સમાજના મતદારો 20 ટકા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની બધી સીટોને જોડી દેવામાં આવે તો લગભગ 35 વિધાનસભા ક્ષેત્રોમાં કોળી મતદારોની સીધી અસર છે. કુંવરજી બાવળિયા લાંબા સમય સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા અને એક એવુ ફેક્ટર રહ્યા જેના કારણે ભાજપ કમસે કમ સૌરાષ્ટ્રમાં તેમને હરાવી શકી નહિ. જે રીતે ગુજરાતના બાકીના ક્ષેત્રોમાં તેણે કોંગ્રેસને છેલ્લી ઘણી ચૂંટણીઓમાં ખરાબ રીતે હરાવી. આની પાછળનું મોટુ ફેક્ટર રહ્યા કુંવરજી બાવળિયા.

કુંવરજી બાવળિયાની જીત ભાજપને આ સીટો પર આપશે ફાયદો

કુંવરજી બાવળિયાની જીત ભાજપને આ સીટો પર આપશે ફાયદો

સૌરાષ્ટ્ર ક્ષેત્રની વાત કરીએ તો અહીં રાજકોટ, પોરબંદર, જામનગર, ભાવનગર, અમરેલી અને જૂનાગઢ લોકસભા સીટો આવે છે. આ બધી સીટો પર કોળી મતદારો મહત્વના છે. આમાંથી લગભગ ત્રણ લોકસભા સીટો પર કુંવરજી બાવળિયાની સીધી અસર છે. 2009માં રાજકોટ લોકસભા સીટ પર તે પોતે પણ જીતી ચૂક્યા છે.

આ આંકડા બતાવે છે કુંવરજી બાવળિયા છે કેટલા મોટા ફેક્ટર

આ આંકડા બતાવે છે કુંવરજી બાવળિયા છે કેટલા મોટા ફેક્ટર

2017 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કુંવરજી બાવળિયા કોંગ્રેસની ટિકિટ પર લડ્યા હતા પરંતુ ગુજરાતમાં વિપક્ષના નેતાનું પદ ન મળવાથી નારાજ થઈને જુલાઈ 2018માં પહેલા કોંગ્રેસના સભ્યપદ અને બાદમાં ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દીધુ હતી. ત્યારબાદ ભાજપે તેમને પાર્ટીમાં શામેલ કરવા સાથે કેબિનેટ મંત્રીનો દરજ્જો આપી દીધો. કુંવરજી બાવળિયાની જસદણ વિધાનસભા સીટ પર આ છઠ્ઠી જીત છે. તે આ પહેલા પાંચ વાર આ સીટથી ચૂંટાયા છે. તે કોંગ્રેસની ટિકિટ પર સાંસદની ચૂંટણી પણ જીતી ચૂક્યા છે. તેમણે 1995, 1998, 2002, 2007 અને 2017 અને હવે 2018 જસદણ સીટ પર જીતનો ઝંડો લહેરાવ્યો છે. 1960માં ગુજરાત રાજ્ય બન્યા બાદથી ભાજપ જસદણ સીટ પર 2018 ચૂંટણી પહેલા માત્ર એક વાર જ જીતી શકી. આ પાછળ પણ કારણ કુંવરજી બાવળિયા હતા. 2009માં તેમણે રાજકોટમાંથી લોકસભા ચૂંટણી લડી હતી. આ કારણે જસદણમાં ભાજપને 2009માં જીત નસીબ થઈ હતી અને હવે 2018માં બાવળિયાએ ભાજપ માટે આ સીટ જીતી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાજપને નર્વસ નાઈંટીઝમાંથી બહાર કાઢનાર કુંવરજી બાવળિયાની પ્રોફાઈલઆ પણ વાંચોઃ ગુજરાતમાં ભાજપને નર્વસ નાઈંટીઝમાંથી બહાર કાઢનાર કુંવરજી બાવળિયાની પ્રોફાઈલ

English summary
Jasdan bypoll result anlysis: Saurashtra turns up heat on congress in 2019 as Koli voters hold key.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X