For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જસદણના પરિણામોએ સૌરાષ્ટ્રનો મિજાજ દેખાડી દીધોઃ વિજય રૂપાણી

જસદણના પરિણામોએ સૌરાષ્ટ્રનો મિજાજ દેખાડી દીધોઃ વિજય રૂપાણી

|
Google Oneindia Gujarati News

જસદણઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે, ત્રણ રાજ્યોના પરિણામ પછી કોંગ્રેસ ઉત્સાહના અતિરેકમાં અનેક જૂઠાણાંઓનો પ્રચાર કરતી હતી. સામ, દામ, દંડ, ભેદ અપનાવવાનો કોંગ્રેસે પ્રયત્ન કર્યો હતો પણ જનતાએ 20 હજારની નજીકની લીડથી કુંવરજીભાઈને જીતવ્યા છે. જે દેખાડે છે કે આ જીત ભારતીય જનતા પાર્ટીના ગઢની જીત છે. બધાએ ભેગા થઈ કમળ ઉપર મતદાન કર્યું છે. ભાજપ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આગામી લોકસભા ચૂંટણીમાં બધી 26 સીટ પર જીતશે તેવા આ સંકેત છે. કોંગ્રેસના કાર્યકરો ડુંગળીના હાર પહેરીને મતદાન કરવા ગયા હતા છતાં ખેડૂતો ભાજપ સાથે ઉભા રહ્યા અને કુંવરજીભાઈને ચૂંટણી બતાવ્યા. તમામ લોકોએ ભાજપ સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તમામ લોકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરીને સ્વીકારી છે.

vijay rupani

વધુમાં કહ્યું કે કોંગ્રેસે ખેડૂતોના નામે જૂઠા વાયદાઓ કર્યા હતા. આજે પણ ભારતીય જનતા પાર્ટીનો ગઢ વધુ મજબૂત થયો છે. ત્રણ રાજ્યોની જીત પછી ઉત્સાહના અતિરેકમાં કોંગ્રેસના કેટલાય કાર્યકરોએ વાણી વિલાસ કર્યો હતો અને જનતાએ આસરે 20 હજાર મતથી ભવ્ય વિજય અપાવી જનતાએ કોંગ્રેસનું સ્થાન નક્કી કરી દીધું છે. આગામી લોકસભા ચૂંટણીમાં તમામ 26 લોકસભા ચૂંટણી જનતાના સહકાર અને પ્રેમથી અમે જીતીશું તેવો પૂર્ણ વિશ્વાસ છે. વધુમાં કહ્યું કે ખેડૂતોના નામે કોંગ્રેસ જે રાજકારણ કરતી હતી તેને ખેડૂતોએ પણ સ્વીકરી નથી અને ભાજપને આવકાર આપ્યો છે. ત્યારે હું એમ માનું છું કે ખેડૂતોને ભરમાવવા માટે ખેડૂતોના નામે કોંગ્રેસ જે સત્તા મેળવવા કરસાં રચી રહી છે તેનો પર્દાફાશ થયો છે.

વધુમાં રૂપાણીએ કહ્યું કે આ ચૂંટણીના પરિણામોએ સૌરાષ્ટ્રનો મિજાજ દેખાડી દીધો છે અને સૌરાષ્ટ્રના લોકો ભાજપને સાથ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયાનો જસદણ સીટના મતદારોએ 19985 મત આપી ભવ્ય વિજય અપાવ્યો છે. કુંવરભાઈ બાવળિયાને 90268 મત મળ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને 70283 મત મળ્યા છે. જણાવી દઈએ કે કુંવરભાઈ બાવળિયા કેન્દ્રીય મંત્રી છે અને નાકિયા જિલ્લા પંચાયતના એક સભ્ય હતા ત્યારે બાવળિયાનું પ્રભુત્વ અને મતક્ષેત્રમાં લોકોને બાવળિયાથી અપેક્ષા હોય જીત અપાવી છે.

આ પણ વાંચો- જસદણ પેટા ચૂંટણીઃ નાકિયાને ન મળ્યો અવસર, કુંવરજીભાઈ બાવળિયાની જીત

English summary
Jasdan's results showed the mood of Saurashtra: Vijay Rupani
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X