
જીજ્ઞેશ મેવાણીએ 2019માં PM મોદીનો પતંગ કાપવાની કરી વાત
ઉતરાયણ ઉમંગ અને ઉત્સાહનો તહેવાર. ગુજરાતમાં આ તહેવારના કઇંક અલગ જ રોનક જોવા મળે છે. દિવાળી, નવરાત્રીની જેમ જ ગુજરાત મકરસંક્રાંતિની જોરશોરથી ઉજવણી કરે છે. પતંગ ચગાવે છે. પેચ લડાવે છે. અને તો કોઇનો પતંગ કપાય તો જોરથી કાઇપો છે...ની બુમો સાથે આંકાશ ગુંજી ઊઠે છે. આ સમયે રાજકારણના પેચ પણ અનેક વખત લડતા જોવા મળે છે. વડગામના ધારાસભ્યા જીજ્ઞેશ મેવાણીએ મકરસંક્રાતિના પર્વ પર એક ટ્વીટ કર્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પતંગ સાથે પેચ લડાવતા 2019ની લોકસભાની ચૂંટણી અંગે નિશાન તાક્યુ છે.
Ee kaypo chhe : मोदी जी ज्यादा मत उड़ियेगा, 2019 में आप की जुमलेबाजी की पतंग सच्चाई की डोर से कटने वाली है।
— Jignesh Mevani (@jigneshmevani80) January 14, 2018
ઉલ્લેખનીય છે કે, દલિત નેતા તરીકે જાણીતા જીજ્ઞેશ મેવાણીએ ઉતરાયણના પર્વ પર ટ્વીટ કર્યુ છે, તેમણે ખાસ 'કાયપો છે...'થી શરૂઆત કરી હતી. પછી લખ્યું હતું કે, મોદીજી બહુ વધારે ના ઉડતા, 2019માં તમારો પતંગ સત્યની દોરીથી કપાવાની છે. આ પહેલા પણ મેવાણીએ અનેક વખત ભાજપ અને નરેન્દ્ર મોદી વિરુદ્ધના ટ્વીટ અને નિવેદનો આપ્યા છે. આ પહેલા પણ તેમણે ચૂંટણીમાં જીત બાદ એક ટીવી ચેનલના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મોદીજીએ હવે હિમાલય જતા રહેવું જોઇએ. જે બાદ ઘણો વિવાદ પણ થયો હતો.