For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન

ગુજરાતમાં 2 જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં ઉત્સાહપૂર્વક થઈ રહ્યું છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં 2 જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં ઉત્સાહપૂર્વક થઈ રહ્યું છે. આજે ખાસ તો બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 18,57,291 મતદારો પોતાના પક્ષના નેતા પસંદ કરવા મતદાન કરી રહ્યા છે તો ખેડામાં 11,70,863 મતદારો મતદાન માટે નોંધાયા છે.

gujarat election

જિલ્લા પંચાયતના 273 તથા તો, તાલુકા પંચાયતની ચૂંટણીમાં 1005 ઉમેદવાર મેદાને છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની 65 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે જેમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતની પાંથાવાડા બેઠક બિનહરીફ જાહેર થઈ છે. ત્યારે બનાસકાંઠાની 14 તાલુકા પંચાયતની 343 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે છે.

બનાસકાંઠામાં તાલુકા પંચાયતની 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જિલ્લા પંચાયતની 5 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. જેમાં તાપી જિલ્લા પંચાયતની મોહિની બેઠક, ભરૂચ જિલ્લા પંચાયતની દેવલા બેઠક, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ખોડુ બેઠક, આણંદ જિલ્લા પંચાયતની કાસોર બેઠક અને ભાવનગર જિલ્લા પંચાયતની ઘેટી બેઠકની પેટા ચૂંટણી છે.

બનાસકાંઠાની વાત કરીએ તો 10 તાલુકા પંચાયત ભાજપ પાસે, 4 પર કોંગ્રેસ નો કબજો છે.ડીસા,દાંતા,દાંતીવાડા, દિયોદર,કાંકરેજ, લાખણી, સુઇગામ, પાલનપુર ,થરાદ , ભાભર ,વડગામ ,વાવ, અમીરગઢ અને ધાનેરા તાલુકા પંચાયત માટે થશે મતદાન થઈ રહ્યું છે.

જિલ્લા પંચાયતની 66 માંથી 1 બિનહરીફ, છે માટે 65 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે તો તાલુકા પંચાયતની 350 માંથી 8 બિનહરીફ, 342 માટે મતદાન અને જિલ્લા પંચાયત માં 65 બેઠકો માટે 160 ઉમેદવાર મેદાને છે. આ મતદાન માટે કુલ 2316 મતદાન મથકો પર 11,580 પોલિંગ સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે અને મતદાન દરમ્યાન 2441 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત છે.

કેન્દ્રીય રાજ્ય ખાણ ખનીજ મંત્રી હરિભાઈ ચૌધરી એ પોતાના વતન જગાણા ગામે મતદાન કર્યું તો

વાવના કોંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોતાના વતન ભાભર ખાતે મતદાન કર્યુ હતુંવહેલી સવાર થી જ બનાસકાંઠા જિલ્લા પંચાયત અને 14 તાલુકા પંચાયતો માટે વોટિંગ કરવા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

English summary
Jilla Panchyat and taluka panchayat matdan in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X