For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફાર્મસીમાં નોકરી માટે નોન ફાર્મસી વિદ્યાર્થીઓ માટે કામના ખબર

ફાર્મસી સિવાયનો અભ્યાસ કરી ફાર્મા કંપનીમાં નોકરી કરવા માટે હવે ખાસ કોર્સ કરવો પડશે. જાન્યુઆરીથી ફરજિયાત થનારા લાઈફ સાયન્સીસ સ્કીલ ડેવલપમેન્ટ કોર્સની વ્યુહરચના ઘડવા જીટીયુમાં બેઠક

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

અમદાવાદ: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને લાઈફ સાયન્સીસ સ્કીલ ડેવલપમેન્ટ કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે ૧૨મી ડિસેમ્બર ના રોજ ફાર્મસી ક્ષેત્રમાં ફરજિયાત થનારા લાઈફ સાયન્સીસ સ્કીલ ડેવલપમેન્ટ કોર્સના અમલીકરણનો વ્યૂહ ઘડી કાઢવા ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Job

લાઈફ સાયન્સીસ સ્કીલ ડેવલપમેન્ટ કાઉન્સિલના સીઈઓ રણજીત મદાન,કેડિલા ફાર્માના સિનીયર જનરલ મેનેજર નિલેશ દેશમુખ અને જનરલ મેનેજર ડૉ. પ્રબોધ સ્વેન, જીટીયુના ફાર્મસી વિભાગના ડીન - ડૉ. સી.એન પટેલ (બોર્ડ ઑફ ગવર્નન્સના સભ્ય) અને ડૉ. તેજલ ગાંધી તેમજ અરિહંત ફાર્મસી કૉલેજના પ્રિન્સીપાલ ડૉ. રાગીન શાહ તેમજ એલ.એમ. ફાર્મસી કૉલેજના પ્રિન્સીપાલ ડૉ. એમ.ટી. છાબરીયા સહિત ફાર્મસી કૉલેજોના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા. બેઠકમાં એવી ચર્ચા થઈ હતી કે ફાર્મા ક્ષેત્ર માટે અત્યંત ઉપયોગી એવા આ કૌશલ્યવર્ધક સર્ટીફિકેટ કોર્સ માટે જીટીયુ સંલગ્ન 70 કૉલેજો વ્યવસ્થા કરવા માટે તૈયાર છે. આ કોર્સ અત્યારે કેડીલા અને અરિહંત ફાર્મસી કૉલેજ એમ બે સંસ્થાઓમાં ઉપલબ્ધ છે. 300 કલાકનો આ કોર્સ હોય છે અને તેમાં મેન્યુફેક્ચરીંગથી માંડીને ફાર્મા ઉદ્યોગના વિવિધ વિભાગોને આવરી લેતા 62 મોડ્યુલ રાખવામાં આવ્યા છે.

જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠે આ માહિતી આપતા કહ્યું હતું કે સરકાર-શિક્ષણ-ઉદ્યોગ સંયુક્તપણે તેને લગતી રૂપરેખા ઘડી કાઢવા આ બેઠક યોજાઇ રહી છે. તેમાં લાઈફ સાયન્સીસ સ્કીલ ડેવલપમેન્ટ કાઉન્સિલના વરિષ્ઠ અધિકારીઓ, ફાર્મસી ઉદ્યોગના પ્રતિનિધિઓ તથા ફાર્મસી કોલેજોના સંચાલકો તથા પ્રતિનિધિઓની વચ્ચે ચર્ચા વિચારણા થાય એવો તેનો હેતુ છે. ગુજરાત ફાર્મસી ઉત્પાદનોનું હબ હોવાથી આ કોર્સ ખૂબ જ ઉપયોગી બની રહેશે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ટકી રહેવા દવા ઉત્પાદક કંપનીઓએ ગુણવત્તા પર વધારે ધ્યાન આપવાનું આવશ્યક બની રહ્યું છે.

English summary
Job in pharma company: special course is required for non pharmacy students
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X