કેરી, બાન-કી મૂન વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેશે
અમદાવાદ, 2 જાન્યુઆરી: વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં અમેરિકન વિદેશ મંત્રી જૉન કેરી, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાન કી-મૂન, વિભિન્ન દેશોના વડાપ્રધાનમંત્રી, અન્ય મંત્રી તથા દૂત ભાગ લેશે. શિખર સંમેલન 11 જાન્યુઆરીથી ગાંધીનગરમાં શરૂ થઇ રહ્યું છે. ગુજરાત સરકારે તેમની આધિકારિક રીતે જાહેરાત કરી દિધી છે.
નાણામંત્રી અરૂણ જેટલી સહિત ઓછામાં ઓછા 12 કેન્દ્રિય મંત્રી તેમાં ભાગ લેશે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગે તથા મકદૂનિયાના વડાપ્રધાનમંત્રી નિકોલા ગુરૂવેસ્કી સંમેલનમાં ભાગ લેશે.
સંમેલન દરમિયાન 'દેશોના સંમેલનમાં ભાગ લેનાર દેશોમાં બ્રિટન, ઓસ્ટ્રેલિયા, જાપાન, સિંગાપુર, નેધરલેંડ, સ્વિડન, કેનેડા, સંયુક્ત અરબ અમીરાત, ઇઝરાઇલ, બહરીન તથા અફધાનિસ્તાન સામેલ છે. આ ઉપરાંત દેશની ટોચની કંપનીઓની સાથે વૈશ્વિક કંપનીઓના 30 મુખ્ય કાર્યપાલક અધિકારીઓ તેમાં સામેલ થવાની સંભાવના છે.