For Quick Alerts
For Daily Alerts
ભારત-અમેરિકા આખી દુનિયામાંથી કરી શકે છે ગરીબી નાબૂદ: કેરી
ગાંધીનગર, 11 જાન્યુઆરી: વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પહોંચ્યા અમેરિકન વિદેશ મંત્રી જ્હોન કેરીએ જણાવ્યું કે જો ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરે છે તો સૌથી જુના લોકતંત્ર અને સૌથી મોટા લોકતંત્ર મળીને દુનિયાથી ગરીબીને ખત્મ કરી દેશે.
કેરી અનુસાર અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારતીય પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતના મહેમાન બનવા માટે ઘણા ઉત્સાહિત છે. તેમણે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતના પણ વખાણ કર્યા અને જણાવ્યું કે આ રાજ્યમાં વિકાસની ખૂબ જ સંભાવનાઓ પણ છે. કેરીએ મોદી અને ઓબામા બંનેની યાત્રાને એક જેવી ગણાવી હતી, અને જણાવ્યું કે બંને સામાન્ય પરિવારમાંથી શ્રેષ્ઠ સુધી પહોંચ્યા.
વાંચો જ્હોન કેરીએ શું કહ્યું:
- મોદીના વડાપ્રધાન બનવાથી ભારત બદલાઇ રહ્યું છે.
- ફ્રાંસમાં શાર્લી હેબ્દો પર આતંકવાદી હુમલો નિંદનીય છે.
- આતંકવાદ વિરુદ્ધ એક સાથે મળીને આપણે લડીશું, અને આતંકવાદને નાબુદ કરી દઇશું.
- બરાક ઓબામા ભારત આવવા માટે ઉત્સાહિત છે
- ભારત સાથે વ્યાપારિક સંબંધો મજબૂત બનાવવા માટે જ હું અહીં છું
- કેરીએ નરેન્દ્ર મોદીના 'સબકા સાથ સબકા વિકાસ'નું મંત્ર ફરી વાગોળ્યું
Comments
john kerry vibrant gujarat summit 2015 america narendra modi જ્હોન કેરી વાઇબ્રન્ટ ગુજરાત 2015 અમેરિકા નરેન્દ્ર મોદી
English summary
'I Was Very Taken by PM Modi's Campaign of 'Sabka Saath, Sabka Vikaas': US Secretary of State John Kerry in Vibrant Gujarat summit 2015.
Story first published: Sunday, January 11, 2015, 14:38 [IST]