• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતભરના મુખ્ય સમાચાર પર એક નજર...

|

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો.

ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

હાર્દિકનુ રાજસ્થાનમાં થયું ભાવભીનું સ્વાગત

હાર્દિકનુ રાજસ્થાનમાં થયું ભાવભીનું સ્વાગત

જેલમુકત થયા બાદ હાર્દિકે જાણે ગુજરાત ભ્રમણ કરવાનું હોય તેમ મોટા ભાગના ગુજરાતનો પ્રવાસ કર્યો હતો અને ઠેર ઠેર તેનુ સ્વાગત થયુ હતું ત્યાર બાદ રવિવારે બપોરે 11 વાગ્યાની આસપાસ રાજસ્થાન બોર્ડર ઉપર પણ હાર્દિકનું પાઘડી અને સાફા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે જેલમાંથી છુટયા બાદ સુરત અને સૌરાષ્ટ્રના કેટલાંક ગામમાં રોડ શો કર્યા હતા. રવિવારે હાર્દિક, પાલનપુર, આબુરોડ થઇને ઉદેપુર પહોંચ્યો હતો. આપવામાં આવ્યા છે.

હાર્દિકનો લેટર બોમ્બ:ઠાકોર તથા કોળી સમાજની જમીનો માટે માંગ કરી

હાર્દિકનો લેટર બોમ્બ:ઠાકોર તથા કોળી સમાજની જમીનો માટે માંગ કરી

જેલમાંથી છૂટ્યા બાદ હાર્દિકે નવો પત્ર લખ્યો હતો જે ચર્ચાનો વિષય બન્યો છે. હાર્દિકે વીરમગામથી લખેલા પત્રમાં વિવિધ મુદ્દા ટાંક્યા હતા તેણે લખ્યું હતું કે પટેલ સમાજને અનામત આપો અથવા તો ઓબીસી આપો કે પછી રાજસ્થાન પેર્ટન મુજબ અનામત આપો. સાથે સાથે તેણે લખ્યું હતુ કે રાજ્યમાં પટેલ નિગમ બનાવવામાં આવે અને પટેલ સમાજના યુવાનો પરથી કેસ પાછા ખેંચવામાં આવે. આ પત્રમાં હાર્દિકે ખેડૂતો માટ પણ વિવિધ સુવિધા માંગી હતી. હાર્દિકે આ પત્રમાં ઠાકોર તથા કોળી સમાજની જમીન હડપ કરનારા ઉદ્યોગપતિઓ તથા ભૂમાફિયાઓને રોકવા જમીન અધિકાર સમિતિ બનાવવાની પણ માંગ કરી હતી.

ઉનાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાંથી નીકળી ગરોળી

ઉનાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાંથી નીકળી ગરોળી

સૌરાષ્ટ્રના ઉના તાલુકાનાં તડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનની રસોઇ પીરસવામાં આવી હતી. શાળામાં ધોરણ -5માં અભ્યાસ કરતા 10 વર્ષીય અનીલ ધીરૂભાઇ ચાવડા નામનાં બાળકની થાળીમાં ભોજન આપતા તેમાં ગરોળીનું બચ્ચુ નીકળ્યું હતું. બાળકે ભોજન આરોગી લેતા તેને તાકીદે ઉના સરકારી હોસ્પિટલમાં સારવારમાં અર્થે લઈ જવાયો હતો. શાળાનાં ભોજનમાં આ ગરોળી કેવી રીતે આવી તે પ્રશ્ન ઉઠતા અને બાળકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હોવાના પ્રશ્નો ઉઠ્યા હતા. આ બાબતની જાણ ઉના સર્કલ અધિકારી વ્યાસ તેમજ સોલંકી અને મધ્યાહન ભોજન અધિકારી મહેબુલ ચૌહાણને જાણ કરતાં તેઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા.

રવિવારે 9.20ના સુમારે સુરત સહિત બોટાદમાં ભૂકંપના આંચકા

રવિવારે 9.20ના સુમારે સુરત સહિત બોટાદમાં ભૂકંપના આંચકા

રવિવારે વરસાદી વાતાવરણની વચ્ચે સુરતમાં 9.20ની આસપાસ 4.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સુરત સાથે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી સહિતના વિસ્તારમાં હળવા આંચકા અનુભવાયા હતા. સુરતના, રાંદેર અને ઉધના, પાલ, પાલનપુર, ભટાર, કતારગામમાં હળવા આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળ્યું છે. આંચકાને પરિણામે બહુમાળી ઇમારતમાં રહેતા લોકો બહાર આવી ગયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.7 નોંધાઈ છે. જ્યારે કેન્દ્ર બિંદુ સુરતથી 14 કિમી દૂર, જમીનથી 10 કિમી અંદર હોવાનું જાણવા મળ્યું હતું.

કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યા બાદ પહેલીવાર મનસુખભાઇ ભાવનગરમાં

કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યા બાદ પહેલીવાર મનસુખભાઇ ભાવનગરમાં

રાજયસભાના સાંસદ ડો. મનસુખભાઇ માંડવીયાને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યા બાદ તેઓ પ્રથમ વખત ભાવનગર ખાતે આવ્યા હતા. જિલ્લા ભાજપ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના નારી ચોકડી સર્કલ ખાતે અાતશબાજી અને નારાબાજી સાથે જિલ્લા ભાજપે તેમનું વાજતા ગાજતા સ્વાગત કર્યું હતુ. વધુમાં યુવા મોરચાના 500 કાર્યકર્તાઓની એક વિશાળ સ્કુટર રેલી ખુલ્લી જીપ સાથે નિકળી હતી.

શંકાસ્પદ કબૂતર મૃત હાલતમાં મળી આવ્યા

શંકાસ્પદ કબૂતર મૃત હાલતમાં મળી આવ્યા

સૌરાષ્ટ્રના પડધરીની વંદે માતરમ હોટેલ પાસે શંકાસ્પદ કબૂતર મૃત હાલતમાં મળી આવ્યું હતું. કબૂતરની પાંખમાં અરબી ભાષામાં લખાણ લખેલું હતું. કબૂતરના પગમાં ટેગ લગાવીને આ ચિઠ્ટી લગાવેલી હતી. આજ રીતે મધ્ય ગુજરાતના પટેલાદના પંડોળી ગામમાંથી પણ આવું કબૂતર મળી આવ્યું હતું. જેમાં પણ અરબી ભાષામાં લખાણ જોવા મળ્યું હતું. પોલીસે એફએસએલની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. હાલ, શંકા છે કે કોઈ જાસૂસીના હેતુથી આ રીતે કબૂતરને મોકલાવામાં આવ્યું છે.

સુરતમાં મહિલા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના

સુરતમાં મહિલા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના

સુરતના વરાછા વિસ્તારમાં રહેતી મૂળ મધ્યપ્રદેશની મહિલા સાથે 3 શખ્સોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. અને ત્યાર બાદ મારી નાખવાની ધમકી આપી હતી. જેના લીધે મહિલાએ આ ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદના આધારે ઘટનામાં આગળની તપાસ કામગીરી હાથ ધરી હતી. મહિલાનો પતિ રાતપાળીમાં નોકરી એ જતા મહિલા તેના ભત્રીજા સાથે ઘરમાં એકલી હતી તે સમયે તે સમયે 3યુવકોએ ઘરમાં ઘૂસી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. જો કે મહિલા દ્વારા પતિને જાણ કરાતા પતિ ઘરે આવી દુષ્કર્મ આચરનાર ત્રણેય ઇસમો વિરુધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

 જયેશ પટેલ તપાસમાં નથી આપતો સહયોગ

જયેશ પટેલ તપાસમાં નથી આપતો સહયોગ

જયેશ પટેલ હાલ સારવાર માટે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમા છે અને તપાસ કરાવાવને બદલે ત્રાગા કરી રહ્યો છે હોસ્પિટલના તંત્ર દ્વારા આવી ફરિયાદ વડોદરા પોલીસને કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જયેશ પટેલનેવર્ષ 2004 માં કોરોનરી એંજિયોપલાસ્ટી અને સ્ટેન્ડિંગ અને ત્યાર બાદ 2006 ના વર્ષ માં કોરોનરી બાયપાસ સર્જરી કરેલ છે. હાલમાં તપાસમાં સહયોગ ન આપતા જયેશને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતા પરંતુ ત્રણ ત્રણ દિવસ થાય બાદ પણ જયેશ પટેલ સારવારમાં પણ ડોકટરને સહયોગ આપતો નથી.

ગુજરાતના નડિયાદમાં ક્લોરિન ગેસ લીક થતા લોકોમાં ખળભળાટ

ગુજરાતના નડિયાદમાં ક્લોરિન ગેસ લીક થતા લોકોમાં ખળભળાટ

ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલ નડિયાદમાં જળપૂર્તિ વિભાગના એક ગોદામમાંથી ક્લોરિન ગેસ લીક થતા લગભગ 18 લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી અને આ જ કારણે 200 જેટલા ઘરોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા. અને દર્દીઓને હોસ્પિટલ લઇ જઇ સારવાર આપવામાં આવી છે. વધુમાં ગેસના લિકેજ બાદ ફાયરબ્રિગ્રેડને બોલવવામાં આવી હતી. જે બાદ હાલ અહીં સ્થિતિ કાબુમાં છે.

English summary
July 18: Top Local news of Gujarat read in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more