For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત આસપાસ: મુખ્ય સમાચારો પર એક નજર

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

આસારામ બાપુને લાગ્યો વધુ એક ઝટકો

આસારામ બાપુને લાગ્યો વધુ એક ઝટકો

રેપના આરોપમાં જેલની હવા ખાઇ રહેલા આસારામ બાપુના મોટેરા સ્થિત મુખ્ય આશ્રમની 10 એકડની જમીનની લીઝને રેવેન્યૂ ડિપાર્ટમેન્ટે રિન્યૂ કરવાની ના પાડી દીધી છે. અને જલ્દી જ પ્રશાસન આ જમીન પરથી આશ્રમનો કબજો હટાવવા માટે પગલા હાથ ધરશે. જે જોતા લાગી રહ્યું છે કે આવનારા સમયમાં બાપુની મુશ્કેલીઓ વધશે.

સુરત સ્વામીનારાયણ મંદિર પર ઉપવાસે બેઠેલી 8 મહિલાઓ ગંભીર

સુરત સ્વામીનારાયણ મંદિર પર ઉપવાસે બેઠેલી 8 મહિલાઓ ગંભીર

સુરતના રામપરા વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં ધર્માદા બાબતે થઇ રહેલા વિવાદ બાદ આમરણ ઉપવાસે બેઠેલી 20 માંથી 8 મહિલાઓની તબિયત બગડતા તેમની માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવામાં આવી હતી.

સગીર યુવતીને કોર્ટે ગર્ભપાત કરવાની મંજૂરી આપી

સગીર યુવતીને કોર્ટે ગર્ભપાત કરવાની મંજૂરી આપી

સૂરતમાં લગ્નની લાલચે પ્રેમી સાથે ભાગેલી 17 વર્ષની ગર્ભવતી કિશોરીના પિતાએ કોર્ટમાં તેના ગર્ભપાતની અરજી કરી હતી. જેની પર કોર્ટે મંજૂરી આપી છે. નોંધનીય છે કે પાંડેસરા ક્ષેત્રની આ યુવતીને લલ્લુ યાદવ લગ્નની લાલચ આપી ઉત્તરપ્રદેશ લઇ ગયો હતો. પોલિસે જ્યારે તેને ઉત્તરપ્રદેશની પકડ્યો ત્યારે તે છોકરી પ્રેગનેન્ટ હતી. ત્યારબાદ ડોક્ટરો જણાવ્યું કે બાળકને જન્મ આપશે તો તેના સ્વાસ્થય અને જીવ પર ખતરો આવી શકે છે. જે પર સગીરાના પિતાએ કોર્ટમાં અરજી કરતા કોર્ટે મંજૂરી આપી છે.

તાપીના એસપીની વિવાદિત ઓડિયો ક્લિપ થઇ વાયરલ

તાપીના એસપીની વિવાદિત ઓડિયો ક્લિપ થઇ વાયરલ

તાપીના પોલિસ અધિક્ષક ડૉ. મહેશ નાયકના કથિત ઓડિયો ટેપ પર તપાસ શરૂ થઇ છે. નોંધનીય છે કે આ ઓડિયો ટેપમાં નાયક જાતિ વિશેષ પર આપત્તીજનક સંવાદ બોલી રહ્યા છે. આ વાતચીત ગુજરાતના સોનગઢમાં એક ગાળનું ગળું કાપીને હત્યા કરવાના સંબંધમાં છે. જો કે મહેશ નાયકનું કહેવું છે કે આ ટેપનો અવાજ તેમનો નથી અને આ મામલે તેમનો કોઇ સંબંધ નથી.

વિદ્યાનગરમાં નોકરીને લાલચે થઇ 5 લાખની ઠગાઇ

વિદ્યાનગરમાં નોકરીને લાલચે થઇ 5 લાખની ઠગાઇ

વિદ્યાનગરના એક એજન્ટે વડોદરાના એક યુવક સહિત અન્ય 6 લોકોને સિંગાપુર અને વિદેશમાં નોકરી આપવાની લાલચે અંદાજે 5 લાખ રૂપિયાની ઠગાઇ કર્યા બાદ વિદ્યાનગર પોલિસે આ મામલે FIR નોંધી છે.

નડિયાદના ફાર્મ હાઉસમાં થઇ પરીણિતા સાથે હેવાનિયત

નડિયાદના ફાર્મ હાઉસમાં થઇ પરીણિતા સાથે હેવાનિયત

ફિલ્મમાં રોલ આપવાની લાલચે એક પરણિતા પર નડિયાદના પિન્ટુ ફાર્મ હાઉસમાં ત્રણ ઇસમોએ બળાત્કાર ગુજાર્યો. જે બાદ પરણિતાએ ફરિયાદ દાખલ કરતા પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે.

ગુંદરી ચેકપોસ્ટ પાસે થઇ 11 લાખના દારૂની ધરપકડ

ગુંદરી ચેકપોસ્ટ પાસે થઇ 11 લાખના દારૂની ધરપકડ

ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પાસે દાંતીવાડા તાલુકાના ગુંદરી ચેકપોસ્ટ પર પાંથાવાડા પોલિસે ચેકિંગ દરમિયાન દારૂ ભરેલું એક કન્ટેનર પકડ્યું છે. લગભગ 11 લાખના આ દારૂ સાથે એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે.

તમામ ગામડાને બ્રોડબેન્ડ કનેકટીવીટી અપાશે

તમામ ગામડાને બ્રોડબેન્ડ કનેકટીવીટી અપાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડિઝિટલ ઇન્ડિયા વીકની જાહેરાત થતા રાજ્ય સરકારે હિંમતનગરના ટેલીકોમ સર્કલ દ્વારા સરકારની સેવાઓને ઇન્ટરનેટના માધ્યમથી ઘર આંગણે પહોંચાડવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. જે અંતર્ગત ગામડાઓને બ્રોડબેન્ડ કનેકટીવીટીની સુવિધા અપાશે અને તેમને ઇન્ટરનેટમાં માધ્યમથી જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.

અમદાવાદની VS હોસ્પિટલમાં ડોક્ટર અને દર્દી વચ્ચે થઇ મારામારી

અમદાવાદની VS હોસ્પિટલમાં ડોક્ટર અને દર્દી વચ્ચે થઇ મારામારી

અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં દર્દીના સગા અને ડોક્ટર વચ્ચે મારામારી થયા બાદ રેસિડેન્ટ ડોક્ટર્સ હળતાલ પર ઉતર્યા છે. વધુમાં આ મામલે એલિસબ્રિઝ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. જો કે ડોક્ટરોના હડતાલ પર જવાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

ઇટારસીની આગે સુરતની ત્રણ ટ્રેનોને કરી રદ્દ

ઇટારસીની આગે સુરતની ત્રણ ટ્રેનોને કરી રદ્દ

મધ્યપ્રદેશના ઇટારસી સ્ટેશન પર લાગેલી આગે વેસ્ટર્ન રેલ્વેના ટ્રેન વ્યવહારને માઠી અસર પહોંચાડી છે. તેના લીધે અપડાઉન કરતી સુરત-ભાગલપુર, વલસાડ-મુઝફ્ફરપુર અને સુરત-છાપરા ટ્રેન રદ્દ કરાતા સુરતી મુસાફરોની હાલત કફોડી થઇ છે.

દમણની હોટલમાંથી પકડાયું સેક્સ રેકેટ

દમણની હોટલમાંથી પકડાયું સેક્સ રેકેટ

નાની દમણમાં ઉત્સવ નામની હોટલમાં પોલિસે છાપો મારીને બે બાંગ્લાદેશી સગીરાઓને ઝડપી પાડી છે. સાથે જ અહીં ચાલતા સેક્સ રેકેટનો પણ પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલિસે 3 ઇસમોની ધરપકડ કરી છે.

English summary
July 2 : Read local news of Gujarat here. you can read every political, crime and city news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X