• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અંબાજી મંદિરમાં 82 કિલો સોનાનું દાન

|

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

જેલમાંથી ભાગેલા કેદીને લઇને માતા પહોંચી ક્રાઇમ બ્રાન્ચ

જેલમાંથી ભાગેલા કેદીને લઇને માતા પહોંચી ક્રાઇમ બ્રાન્ચ

સાબરમતી મધ્યસ્થ જેલમાંથી ભાગેલા કેદીને લઇને તેની માતા આશાબહેન પરત આવી હતી. તે જોઇને પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. આશાબહેને જણાવ્યું હતુ કે તેઓ તેમના દીકરા પ્રવિણને કલોલથી લઈ આવ્યા હતા અને તેમને તેમની ફરજ નિભાવી છે હવે પોલીસ તેમના દીકરા પ્રત્યે આકરી ન થાય. કારણ કે તેમનો દીકરો 20 વર્ષનો છે. નોંધનીય છે કે આરોપી પ્રવીણ જેલની દિવાલ કૂદી 2 દિવસ પહેલા ભાગી ગયો હતો. અને પોલિસે આ મામલે કેદીની ભાગવામાં મદદ કરનાર તેમની પ્રેમિકાની પણ મદદ કરી છે.

13 ઓગસ્ટે બહુચરાજીથી ઉંઝા સુધીની પાટીદાર એકતા યાત્રા

13 ઓગસ્ટે બહુચરાજીથી ઉંઝા સુધીની પાટીદાર એકતા યાત્રા

ઓગસ્ટ મહિનામાં પાટીદાર આંદોલનને એક વર્ષ પૂર્ણ થશે ત્યારે હાર્દિકની ગેરહાજરીમાં આંદોલન ઢીલું ન પડે તે માટે પાસ દ્વારા 13 ઓગસ્ટે બહુચરાજીથી ઉંજા સુધી એકતા યાત્રા આયોજિત કરવામાં આવી રહી છે. આ યાત્રા 52 ગામોમાંથી પસાર થાય તેવું આયોજન છે જેમાં આશરે 45 થી 50 ,000 લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. આ આયોજન માટે પાટીદારોના મોટા ભાગના આગેવાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમજ રાત્રિસભાઓ પણ આયોજિત કરવા માટેનું પાસનું આયોજન છે.

ખેડામાં શિક્ષિકાએ વિદ્યાર્થીને લાકડીથી માર મારતા બબાલ

ખેડામાં શિક્ષિકાએ વિદ્યાર્થીને લાકડીથી માર મારતા બબાલ

ખેડા જિલ્લાના માતરમાં ધોરણ 6ના વિદ્યાર્થી શિવ ત્રિવેદીને તેની શિક્ષિકાએ લાકડીથી માર માર્યો હતો તેના કારણે વિદ્યાર્થીના હાથ ઉપર સોળ ઉપસી આવ્યા હતા. શિક્ષિક સાથે વાલીએ વાત કરતા શિક્ષિકાએ કહ્યું હતું કે તમારા બાળકને શાળામાંથી ઉઠાઠી મૂકો. જોકે મામલો ઉગ્ર બનતા શિક્ષિકા સુનિતા બહેને લેખિતમાં માફી માંગી હતી. આ અંગે શિક્ષિકા તથા આચાર્યએ જણાવ્યું હતું કે આ વિદ્યાર્થી ભણવામાં અનિયમિત છે અને તે અંગે વારંવાર વાલીઓને જાણ કરવામાં આવી હતી. છતાં તેનામાં કોઈ સુધારો નહોતો.

ઉનાના સરપંચ સમગ્ર ઘટનાથી રહ્યા છે દૂર

ઉનાના સરપંચ સમગ્ર ઘટનાથી રહ્યા છે દૂર

ઉનાનાં મોટા સમઢિયાળા ગામે પિડીત પરિવાર બાલુભાઇને ત્યાં આખા દેશા મોટા ભાગના નેતાઓ આવીચૂક્યા છે. પરંતુ ગામના સરપંચ પ્રફુલભાઈ કોરાટ આટલી મોટી ઘટના બાદ પણ પીડિતના ઘરે ગયા નથી. અત્યઆર સુધીમાં સમઢિયાળામાં મુખ્યમંત્રી આનંદીબેન, રાહુલ ગાંધી, કેજરીવાલ, પુરૂષોત્તમ રૂપાલા જેવા નેતાઓ આવી ગયા. જે અંગે સરપંચે એવો ખુલાસો કર્યો હતો કે મેં પીડિતના સગાવ્હાલાને મળીને તેમની ભાળ લીધી છે કારણ કે પીડિતો મારા પર ગુસ્સે છે અને મારા પર ગમે તેવા આરોપ લગાડી રહ્યા છે.

ડીસામાં મુસ્લિમ સમાજ દ્વાર ઝાકીર નાઇકનો વિરોધ

ડીસામાં મુસ્લિમ સમાજ દ્વાર ઝાકીર નાઇકનો વિરોધ

બનાસકાંઠાના ડીસા શહેરમાં ઓલ ઇન્ડિયા ઉલેમા એન્ડ મસેઇખ બોર્ડ દ્વારા પત્રકાર પરિષદ યોજીને ઝાકીર નાઇકના પ્રવચન, ટીવી ચેનલ તથા ઝાકીર નાઇકનો વિરોધ કરવામાં આવ્યો હતો. પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે ઝાકીર માણસાઇનો દુશ્મન છે. ઓલ ઇન્ડિયા ઉલેમા એન્ડ મસેઇખ બોર્ડના બનાસકાંઠાના પ્રમુખ હજરત સૈયદ મોહમ્મદઅલી કાદરીએ માધ્યમો સમક્ષ જણાવ્યું હતું કે ઝાકીર નાયક જેવા તત્વો જે દેશના યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને દેશની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરે છે ત્યારે દેશની શાંતિ માટે ઝાકીરને દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવવો જોઈએ.

ઉનાના પીડિતોની તબિયત લથડતા અમદાવાદ ખસેડાયા

ઉનાના પીડિતોની તબિયત લથડતા અમદાવાદ ખસેડાયા

ઉનાનાં મોટા સમઢિયાળાના પીડિત દલિત યુવકોને મંગળવારે રાજકોટ હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ આજે ફરીથી તે લોકોની તબિયત બગડી હતી. તેમને ઉનાથી સારવાર માટે અમદાવાદ લઇ આવવામાં આવવાની તૈયારી કરવામાં આવી છે. આ ચારેય યુવકો સાંજે 8 વાગ્યે અમદાવાદ પહોંચે તેવી શક્યતા છે. નોંધનીય છે કે ગઈકાલે જ ચારેય યુવાનોને રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

અંબાજી મંદિરમાં 82 કિલો સોનાનું દાન

અંબાજી મંદિરમાં 82 કિલો સોનાનું દાન

યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે શ્રદ્ધાળુ દ્વારા 82 કિલો જેટલું સોનુ અર્પણ કરવામાં આવ્યું છે અને તાજેતરમાં 4 કિલો સોનુ અંબાજી ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં આવ્યું છે ત્યારે અંબાજી ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન સોના માટે રોકડ રકમ જમા કરવાની સ્કીમ દ્વારા 25 કિલો સોનુ ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં આવ્યું છે અને મા અંબાના મંદિર ના શિખરને સુવર્ણમય બનાવવાની કામગીરી ઝડપાઇ રહી છે અને હજુ પણ 35 કિલો સોનાથી શિખર સંપૂર્ણ પણે સોનાથી મઢી દેવાનું આયોજન છે.

અમદાવાદમાં 31 જૂલાઈએ દલિતોની મહારેલીનું આયોજન

અમદાવાદમાં 31 જૂલાઈએ દલિતોની મહારેલીનું આયોજન

ઉનાના મોટા સમઢીયાળા ગામના દલિતો પરના અત્યાચાર મામલે દલિતો વડે અનેક પ્રકાના કાર્યક્રમો અપાઇ રહ્યા છે. આ ઉપક્રમે દલિત અત્યાચાર લડત સમિતી દ્વારા આગામી 31મી જુલાઇના રોજ તમામ દલિત સંસ્થાઓ તેમજ દલિત સંઘર્ષ સમિતીઓને એકઠી કરીને અમદાવાદની કલેકટર કચેરી, સુભાષચોક ખાતે મહાસંમેલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આરટીઓ સર્કલ, રાણીપ પાસે આવેલા ડો.બાબાસાહેબ આંબેડકર ફાઉન્ડેશન ખાતે ઉના દલિત અત્યાચાર લડત સમિતી ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની બેઠક મળી હતી. જેમાં આ માહિતી આપવામાં આવી હતી.

રાજ્યભરમાં છવાયો મેઘાડંબર, અમદાવાદમાં ઝરમર વરસાદ

રાજ્યભરમાં છવાયો મેઘાડંબર, અમદાવાદમાં ઝરમર વરસાદ

રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત છે ત્યારે હવામાન વિભાગે બે દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. વડોદરામાં પણ વહેલી સવારે મેઘરાજાની ફરી પધરામણી થઈ છે. રાજ્યભરમાં છેલ્લા ચોવીસ કલાકમાં મોરવા હડફમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. મોરવા હડફ ખાતે છેલ્લા ચોવીસ કલાકમાં 70 મિલીમીટર વરસાદ વરસ્યો હતો.

સુરતમાં મોંએ કાળુ કપડું બાંધી 50 લાખના હીરાની ચોરી કરી

સુરતમાં મોંએ કાળુ કપડું બાંધી 50 લાખના હીરાની ચોરી કરી

રતના કતારગામ વિસ્તારમાં 50 લાખ કરતાં વધારે કિંમતના હિરા ચોરાયા હતા આ ઘટનમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં ચોર મોં ઉપર કાળુ કપડુ બાંધીને પોતાની ઓળખ છુપાવીને ચોરીને અંજામ આપી રહ્યો છે. પોલીસે ચોરની ઓળખ કરવા તેમજ ચોરન ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ફરિયાદ રોઝ જેમ્સના માલિક પ્રેમજીભાઈ ઇટાલિયાએ દાખલ કરાવી હતી કે તેમની પેઢીમાં ચોરી થઈ છે. પોલીસે તેમને તેમની પેઢીમાં કામ કરતા કર્મચારીઓ અંગેની વિગત પૂછી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

English summary
Read Gujarat's 27th July 2016 top local news here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X