For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: જૂનાગઢ જીઆઇડીસી પાસે સિંહોએ કર્યુ મારણ

જૂનાગઢ અને તેની આસપાસા વિસ્તારો તથા ગામડાઓમાં સિંહ ફરતા હોય તે નવી વાત નથી, પરંતુ ધીરે ધીરે સિંહ જંગલ છોડીને માનવવસ્તી તરફ આવી રહ્યા છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

જૂનાગઢ અને તેની આસપાસા વિસ્તારો તથા ગામડાઓમાં સિંહ ફરતા હોય તે નવી વાત નથી, પરંતુ ધીરે ધીરે સિંહ જંગલ છોડીને માનવવસ્તી તરફ આવી રહ્યા છે. તાજેતરમાં જ એક વીડિયો આવ્યો છે જેમાં જૂનાગઢ જીઆઇડીસીમાં સિંહ ફરતા જોવા મળ્યા હતા અને આ સિંહોએ જીઆઇડીસીમાં ફરી રહેલી ગાયનું મારણ કર્યું હતું. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વાછરડી જેવા ગાય ભાગી રહી હતી પરંતુ સિંહોએ તેની પર હુમલો કરીને તેને પાડી નાખી હતી અને ચાર થી પાંચ જેટલા સિંહો ગાય પર તૂટી પડ્યા હતા. સ્થાનિકોએ આ ઘટના અંગે દુખ તેમજ ભય વ્યક્ત કર્યો હતો. કારણ કે જીઆડીસીમાં લોકો કામ કરવા આવતા હોય છે અને વળી કેટલાક લોકો રાતપાળીમાં કામ કરતા હોય છે તેવા સમયે તેમની સલામતીનુ શું?

junagadh lion

સ્થાનિક સરવણ ભાઈએ જણાવ્યું હતું અમે જીઆઇડીસીમાં નાઇટ ડયૂટીમાં હોઈએ ત્યારે ઘણા બીજા લોકો પણ સાથે હોય અને ઉંઘ તથા કંટાળો દૂર કરવા અમે જીઆઇડીસીમાં ચાલતા હોઈએ છીએ. જો હવે સિંહ આ રીતે વસ્તીમાં ઘૂસી આવશે તો જીવનું જોખમ તો ચોકક્સપણે રહેલું છે. નોંધનીય છેકે વાછરડાના આ શિકારની ઘટના સીસીટીવીમાં ઝીલાઈ હતી. તેના પગલે સ્થાનિકોમાં ભય છે કે સિંહ હજુ પણ ક્યાંક આસપાસ જ હોવા જોઈએ. અન ફરીથી આ રીતે હુમલો કરી શકે છે. જંગલમાં મારણ ઘટી ગયા હોવાથી સિંહ વારંવાર વસ્તીમાં આવીને પાલતુ તેમજ રખડતા પશુઓનો શિકાર કરી જવાન ઘટનામાં ધીરે ધીરે વધારો થઈ રહ્યા છે ત્યારે વન વિભાગ આ બાબાતે નક્કર પગલા લે તેવી માંગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. તેમજ જીઆઇડીસીની બાજુમાં જેમની વાડી આવેલી છે તે સતારભાઈએ પણ જણાવ્યું હતું કે આ પ્રકારના ઘટના હવે તો વારંવરા બનવા લાગી છે જેમાં સિંહ તેમના સિંહબાળ માટે ખોરાકની શોધમાં જંગલની બહાર આવી જાય છે અને અવારનવાર આ પ્રકારના હુમલા પણ કરે છે.

English summary
Junagadh lion cctv footage
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X