સ્વામિનારાયણ મંદિરમાં પ્રતીક ઉપવાસ આંદોલન
[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.
આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.
ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

સ્વામિનારાયણ મંદિરમાં પ્રતીક ઉપવાસ આંદોલન
સ્વામિનારાયણ મંદિરમાં પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ. 20 વર્ષથી નામ ધર્માદો નહીં સ્વીકારતાં આંદોલન હાથ ધરાયું. વડતાલ ટ્રસ્ટ દ્વારા નામ ધર્માદો ન સ્વીકારતાં આંદોલન કરવામાં આવી રહ્યું છે.

શંકરસિંહ-ભરતસિંહની ચીમકી
તાલુકા કોંગ્રેસના પ્રમુખોની બેઠકમાં શંકરસિંહ-ભરતસિંહની ચીમકી. ભાજપ સાથે મૈત્રી ધરાવતા કાર્યકરને ટિકિટથી વંચિત રખાશે!

હિટ એન્ડ રનનો મામલો
પાવડીયારી પાસેની હિટ એન્ડ રનનો મામલો. માર્ગ અકસ્માતમાં બે બાળકોના મોત થતા ચકચાર. ટ્રક ચાલકે બે બાળકોના માથે ટ્રક ચડાવી દેતા મોત તેમના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

કન્વીનર-સહકન્વીનરની બેઠક યોજાઈ
ભાજપ કાર્યલય ખાતે કન્વીનર-સહકન્વીનરની બેઠક યોજાઈ ગઇ. ભાજપનો 40 મુદ્દાનો પ્રચાર વ્યૂહ. જેમાં 30 મુદ્દા ભાજપના અને કોંગ્રેસના 10 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
