હેલી રે! ગુજરાતમાં ક્યાંક રિમઝિમ વરસાદ ક્યાંક બફારો

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અમદાવાદમાં ઘેરાયા વાદળો

અમદાવાદમાં ઘેરાયા વાદળો

ભારે ગરમીના પગલે અસહ્ય ઉકળાટ બાદ આજે અમદાવાદના આકાશમાં વાદળો ઘેરાયા છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. 24 કલાકમાં ભારે વરસાદ પડે તેવી હવામાન ખાતાની આગાહી છે.

અમુલડેરીમાં પશુપાલકો કરશે ઉગ્ર રજૂઆત

અમુલડેરીમાં પશુપાલકો કરશે ઉગ્ર રજૂઆત

આજે અમુલડેરીમાં પશુપાલકો કરશે ઉગ્ર રજૂઆત. 15 હજારથી વધુ પશુપાલકો કરશે રજૂઆત પડતર પ્રશ્નો અને બોનસની ચુકવણીમાં વિલંબના કારણે રજૂઆત કરવાનો નિર્ણય કર્યો.

વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ

વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ

રાજકોટમાં વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. ધો.10માં નાપાસ થતા વિદ્યાર્થિનીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો, સમગ્ર વિસ્તારમાં ચકચાર.

ગોદરેજ કંપનીમાં બ્લાસ્ટ

ગોદરેજ કંપનીમાં બ્લાસ્ટ

ભરૂચના વાલિયામાં આવેલ ગોદરેજ કંપનીમાં બ્લાસ્ટ. યુટિલિટી બિલ્ડીંગમાં કોમ્પ્રેસરની રિસિવિંગ ટેન્ક ફાટી. બ્લાસ્ટમાં ત્રણ કામદારો દાઝ્યા હોવાના અહેવાલ.

હાટકેશ્વર-ભાઈપુરા વોર્ડમાં રહીશોનો વિરોધ

હાટકેશ્વર-ભાઈપુરા વોર્ડમાં રહીશોનો વિરોધ

હાટકેશ્વર-ભાઈપુરા વોર્ડમાં રહીશોનો વિરોધ. 15 દિવસથી પાણી ન આવતા કર્યો વિરોધ સ્થાનિકોએ AMCના કર્મચારીઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો.

કેનાલમાં નાહવા પડેલા યુવાનનું મોત

કેનાલમાં નાહવા પડેલા યુવાનનું મોત

બરવાળાન કુંડાલ ગામે કેનાલમાં નાહવા પડેલા યુવાનનું ન્હાતા દરમિયાન મોત. નાહવા પડેલ યુવાનનું ડૂબી જતા મોત નિપજ્યું હતું.

ગુજરાતમાં વરસાદ

ગુજરાતમાં વરસાદ

લખપત - દયાપરમાં ગાજવીજ સાથે ઝરમર વરસાદ શરૂ. ભારે પવન સાથે વરસાદ.

કોડીનાર- ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ. ભારે પવન સાથે વરસાદ.

અંજાર- અંજારના વાતાવરણમાં પલટો. અંજાર શહેર-તાલુકામાં વરસાદ શરૂ.

પરેશ રાવલને કમિશનરની વેઈટિંગ

પરેશ રાવલને કમિશનરની વેઈટિંગ

સાંસદ પરેશ રાવલને કમિશનર ડી.થારાએ જોવડાવી રાહ, પરેશ રાવલને કમિશનરની વેઈટિંગ ચેમ્બરમાં બેસી રહેવું પડ્યું,રાહ જોતાં જોતાં પરેશ અકળાયા.

NSUIના કાર્યકરોએ કર્યું વિરોધપ્રદર્શન

NSUIના કાર્યકરોએ કર્યું વિરોધપ્રદર્શન

NSUIના કાર્યકરોએ કર્યું વિરોધપ્રદર્શન, રાજ્ય સરકારની નોકરી ભરતીકૌભાંડ મામલે વિરોધ, સીએમ આનંદીબહેનના પૂતળાનું કર્યું દહન.

ગુજરાત સમાચાર

ગુજરાતના સમાચાર જુઓ વીડિયોમાં...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X