For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો તમારા ઉમેદવારને: ખંભાળિયાથી ભાજપના કાળુભાઈ ચાવડા

ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ખંભાળિયાની સીટ પરથી ભાજપના કાળુભાઈ ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. કાળુભાઈ ચાવડા વિષે થોડુ જાણીએ.

By Kajal
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 17 નવેમ્બરના રોજ ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ખંભાળિયાની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે કાળુભાઈ ચાવડાની પસંદગી કરવામાં આવી છે. તો કાળુભાઈ ચાવડા વિષે થોડુ જાણીએ. હાલ આ સીટ ભાજપના કબજામાં છે. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસ અહીં વિજેતા બની હતી. ખંભાળિયા દ્વારકા જિલ્લમાં આવેલી વિધાનસભા સીટ છે. કાળુભાઈ ચાવડા ખંભાળિયાના ભાજપના જિલ્લા અધ્યક્ષ છે. આ સીટ જનરલ કેટગરી માટે ફાળવવામાં આવી છે.

GujaratBJP

આ સીટ પર ઘણા લાંબા સમયથી પુનમબેન માડમ ભાજપના વિજેતા બનતા હતા. પરંતુ પુનમબેન માડમ સાંસદ બનવાથી આ સીટ ખાલી થઈ હતી આથી કાળુભાઈ ચાવડાની પસંદગી કરવામાં આવી છે. આ સીટ ભાજપની સીટ તરીકે પણ ઓળખાય છે ત્યારે ભાજપે પણ પોતાના અનુભવી ઉમેદવારને આ સીટ પરથી ઊભા રાખીને સેફ સીટ કરી નાખી છે.

English summary
kalubhai chavda bjp candidate khambhalia seat. Read More detail here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X