• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતમાં માર્ગ અકસ્માતથી જ્હોન કેરીનો આબાદ બચાવ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 12 જાન્યુઆરી: ગુજરાતની રાજધાનીમાં સોમવારે બપોરે અમેરિકન વિદેશ મંત્રી જ્હોન કેરી એ સમયે દુર્ઘટનાનો શિકાર થતા થતા માંડ-માંડ બચી ગયા, જ્યારે પાકિસ્તાન જવા રવાના થવા માટે એરપોર્ટ જઇ રહ્યા હતા. તેઓ જઇ રહ્યા હતા ત્યારે તેમના કાફલાની એક કારનું અકસ્માત થઇ ગયું.

ગુજરાત પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે કેરીના કાફલામાં સામેલ બે કાર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ. મહાત્મા મંદિરમાં આયોજિત સાતમા વાઇબ્રન્ટ ગુજરાત સમ્મેલનમાં હાજરી આપ્યા બાદ તેઓ અત્રેના સરદાર પટેલ હવાઇમથક જઇ રહ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ એક સામાન્ય દુર્ઘટના હતી. વિદેશ મંત્રીને પોતાની કારમાંથી બહાર આવવાની જરૂર નથી પડી. તેમના કાફીલાએ યાત્રા ચાલુ રાખી હતી.

કેરીની કારને સામાન્ય નુકસાન પહોંચ્યું હતું. કેરીની કારને પાછળથી ટક્કર મારનારી કારને ક્ષતિગ્રસ્ત થવાના કારણે તેને કાફીલાથી અલગ કરી દેવામાં આવી. કેરી સરદાર વલ્લભભાઇ પટેલ હવાઇમથક પહોંચ્યા, જ્યાંથી તેઓ ઇસ્લામાબાદ માટે રવાના થઇ ગયા.

English summary
Kerry motorcade meets an accident in Gujarat, no one is injured in this minor accident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X