કેશુભાઇ પટેલ કરશે GPPને અલવિદા, સામાન્ય સભામાં કરી શકે છે જાહેરાત

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમો પરાજય મળ્યા બાદ કેશુભાઇ પટેલની નિષ્ક્રિયતાના પગલે ગુજરાત પરિવર્તન પાર્ટીને ફરીથી બેઠી કરવાની કવાયદ હાથ ધરવામાં આવી છે અને તેના ભાગરૂપે 25મીએ પાર્ટીની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે એવા સમાચાર મળી રહ્યાં છે કે, કેશુભાઇ પટેલ સામાન્ય સભામાં નિવૃત્તિ જાહેર કરી શકે છે. અમદાવાદમાં સમાજથી છૂપાઇને એક હોટલમાં પોતાની શારીરિક ભૂખ સંતોષવા માટે મળતા વિધવા માસી અને વિધુર ભાણાના પ્રેમ પ્રકરણનો ખુલાસો ત્યારે થયો જ્યારે હીરાવાડીની હોટલમાં ભાણાનું અચાનક હાર્ટએટેકથી મોત નીપજ્યું હતું. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

અમદાવાદમાં દારૂ ભરેલી કાર ડિવાઇડર સાથે અથડાઇ, બેના મોત
  

અમદાવાદમાં દારૂ ભરેલી કાર ડિવાઇડર સાથે અથડાઇ, બેના મોત

અમદાવાદમાં મણિનગર ખાતે આજે સવારે હોન્ડા સિટી કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી, જેમાં બેના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. મળતા અહેવાલ અનુસાર મણિનગરની સેવન્થ ડે સ્કૂલ સામે વિદેશી દારૂની ખેપ મારી રહેલા ખોખરાના બે બુટલેગરની કાર ગુરુજી બ્રિજ પરના ડિવાઇડર સાથે અથડાઇ હતી. ઓવર સ્પીડ કાર ડિવાઇડર સાથે અથડાતા જ તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, જેમાં સવાર બન્ને બુટલેગરનું ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કેશુભાઇ પટેલ કરશે GPPને અલવિદા, સામાન્ય સભામાં કરી શકે છે જાહેરાત
  

કેશુભાઇ પટેલ કરશે GPPને અલવિદા, સામાન્ય સભામાં કરી શકે છે જાહેરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમો પરાજય મળ્યા બાદ કેશુભાઇ પટેલની નિષ્ક્રિયતાના પગલે ગુજરાત પરિવર્તન પાર્ટીને ફરીથી બેઠી કરવાની કવાયદ હાથ ધરવામાં આવી છે અને તેના ભાગરૂપે 25મીએ પાર્ટીની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે એવા સમાચાર મળી રહ્યાં છે કે, કેશુભાઇ પટેલ સામાન્ય સભામાં નિવૃત્તિ જાહેર કરી શકે છે અને તેમના સ્થાને ગોરધન ઝડફિયા અથવા તો અન્ય કોઇને પ્રમુખ બનાવવામાં આવી શકે છે. સૂત્રો પાસેથી આ માહિતી વહેતી થયા બાદ એવા કયાસ પણ લગાવવામાં આવી રહ્યાં છે કે, કેશુભાઇ પટેલ ફરીથી ભાજપમાં જોડાશે અને જીપીપીનું વિસર્જન કરીને તેને આપ સાથે જોડાણ કરી શકે છે.

અમદાવાદઃ મોતથી ખુલ્યુ માસી-ભાણાનું પ્રેમ પ્રકરણ
  
 

અમદાવાદઃ મોતથી ખુલ્યુ માસી-ભાણાનું પ્રેમ પ્રકરણ

અમદાવાદમાં સમાજથી છૂપાઇને એક હોટલમાં પોતાની શારીરિક ભૂખ સંતોષવા માટે મળતા વિધવા માસી અને વિધુર ભાણાના પ્રેમ પ્રકરણનો ખુલાસો ત્યારે થયો જ્યારે હીરાવાડીની હોટલમાં ભાણાનું અચાનક હાર્ટએટેકથી મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા કોટડા પોલીસ ઘટના સ્થળે પહોંચી આકસ્મિત મોત નોંધી તપાસ હાથ ધરી છે. માહિતી અનુસાર જશોદા નગરમાં રહેતા અમીબેન રાઠોડ અને કિશન રામાભાઇ ભાટી વચ્ચે પ્રેમ સંબંધ હતો. અમીબેન વિધવા છે તથા કિશન પણ વિધુરની જિદંગી જીવતો હતો. સમાજના ભયથી તેઓ છૂપાઇને પ્રેમાલાપ કરતા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાઃ NRI પરિવારના પુત્રે ફૂટપાથ પર તોડ્યો દમ
  

વડોદરાઃ NRI પરિવારના પુત્રે ફૂટપાથ પર તોડ્યો દમ

વડોદરાની સયાજી હોસ્પિટલના ફૂટપાથ પર જીવન વિતાવી રહેલા એક એનઆરઆઇ પરિવારના પુત્રનું ગઇકાલે ફૂટપાથ પર મોત નીપજ્યું હતું. બપોરે ભોજન કરતા કરતા જ તે ઢળી પડ્યો હતો અને તેને સારવાર મળે તે પહેલા તેનું મૃત્યું થયું હતું. બનાવની જાણ પરિવારજનોને થતાં પરિવારજનો હોસ્પિટલ ધસી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

English summary
keshubhai may retire from GPP. here top new of gujarat in photos.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.