For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિર્તીસિંહ વાઘેલાએ દાંતીવાડા અને સીપુ ડેમની મુલાકાત લઈ જળ પુજન કર્યુ!

બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી પર આવેલ દાંતીવાડા ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ દાંતીવાડા અને સીપુ ડેમની મુલાકાત લીધી હતી અને દાંતીવાડા ડેમમાં શ્રીફળ હોમી જળ પૂજન કર્યુ હતું.

By Desk
|
Google Oneindia Gujarati News

બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી પર આવેલ દાંતીવાડા ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ દાંતીવાડા અને સીપુ ડેમની મુલાકાત લીધી હતી અને દાંતીવાડા ડેમમાં શ્રીફળ હોમી જળ પૂજન કર્યુ હતું.

Kirtisingh Vaghela

સમગ્ર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ઘણા જળાશયોના દરવાજા ખોલવાની નોબત આવી છે. ત્યારે, બનાસકાંઠામાં પણ દાંતીવાડા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન રાજ્ય શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલાએ જળાશયની મુલાકાત કરી જણાવ્યું હતુ કહ્યું કે, ઉપરવાસમાં ભારે વરસાદના લીધે દાંતીવાડા ડેમની હાઇ સપાટી ૬૦૪ ફુટ પૈકી ૬૦૧ લેવલે ડેમ સંપૂર્ણ ભરાતા ડેમના ૩ દરવાજા ખોલવામાં આવ્યાં છે. આજે દાંતીવાડા ખાતે ખુબ જ સુંદર રળીયામણો નજારો સર્જાયો છે. દાંતીવાડા ડેમમાં હાલ ૪૫ હજાર ક્યુસેક પાણીની આવક છે તેની સામે કુલ ૩ દરવાજા ખોલીને ૩૦ હજાર ક્યુસેક પાણી બનાસ નદીમાં છોડવામાં આવ્યું છે. બનાસ નદીમાં નવા નીર આવવાથી બનાસકાંઠામાં હરીયાળી પથરાશે તેવી આશા વ્યક્ત કરી કુદરતનો તેમણે આભાર માન્યો હતો.

મંત્રી કિર્તીસિંહ વાઘેલાની મુલાકાત વેળાએ જિલ્લાના અગ્રણીઓ ડાહ્યાભાઈ પિલીયાતર, ઇશ્વરસિંહ સોલંકી, રમેશભાઈ ઘાડીયા સહિત આગેવાનો અને સિંચાઇના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા અને નીરના શ્રીફળ પધરાવી વધામણાં કર્યા હતા.

English summary
Kirtisingh Vaghela visited Dantiwada and Seepu Dam and performed water pujan!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X