For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરસપુરમાં જગન્નાથજીની કંઇક આ રીતે અપાયું મામેરું

|
Google Oneindia Gujarati News

જગતના નાથ તેવા ભગવાન જગન્નાથ આજે અમદાવાદમાં નગરયાત્રા પર નીકળ્યા છે. 139ની રથયાત્રાના ભાગરૂપે સવારે રથયાત્રા મંદિરથી નીકળીને બપોર સુધીમાં ભગવાનના મોસળ કહેવાતા સરસપુર ખાતે આવી પહોંચી હતી. જ્યાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બળદેવનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે પાછલા અઠવાડિયાથી સરસપુર ખાતે ભગવાનના મોસાળમાં મામેરાના જમણ માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે અહીં ભગવાનને માલપુરા, બુંદીનો ખાસ પ્રસાદ ચઢાવવામાં આવે છે. ત્યારે રથયાત્રા દરમિયાન સરસપુર આવેલી ભગવાનની આ રથયાત્રાને મામેરામાં શું શું મળ્યુ તે વિષે જાણો અહીં...

શું છે પ્રથા?

શું છે પ્રથા?

કહેવાય છે કે સો બ્રાહ્મણને જમાડ્યા બરાબરનું પુણ્ય એક ભાણેજને જમાડવાથી મળે છે. ત્યારે આજે તો ભગવાન જાતે આવ્યા હોવાથી સરસપુર વાસીઓએ મામેરું કરવામાં કોઈ કસર બાકી રાખી નહોતી.

પકવાનોનું લિસ્ટ

પકવાનોનું લિસ્ટ

ભગવાનને ભાત બાતના ભોજન જમાડવામાં આવ્યા હતા. વળી અહીં ખાસ આ દિવસે બુંદી, ગાઠિયા અને માલપુરા બનાવવામાં આવે છે. જેને પ્રસાદ તરીકે હરિભક્તો પણ વેચવામાં આવે છે.

મામેરામાં શું શું આપ્યું

મામેરામાં શું શું આપ્યું

મામેરામાં ભગવાન જગન્નાથ અને ભગવાન બળદેવજી અને બહેન સુભદ્રાને વસ્ત્રો અને આભૂષણો ચઢાવવામાં આવ્યા હતા.

મામેરાનું બંગાળ કનેક્શન

મામેરાનું બંગાળ કનેક્શન

મામેરામાં ભગવાન જગન્નાથને ખાસ બંગાળી ડિઝાઇનના સોનાના હાર અને જરિયાન વસ્ત્રો ચઢાવવામાં આવ્યા હતા. સાથે જ કચ્છી બોર્ડરવાળા વસ્ત્રો તેમજ ધોતી ઝભ્બાનું કાપડ અપર્ણ કરવામાં આવ્યું હતું

સુભદ્રાને સોળ શણગાર

સુભદ્રાને સોળ શણગાર

તો બહેન સુભદ્રાને સોળ શણગાર પૈકી ચુની, સાંકળા, સોનાની બુટ્ટી, પાવડર, ચાંદલો, સોનેરી વસ્ત્રો સમેત ચાંદીના સાંકળા અપર્ણ કરવામાં આવ્યા હતા.

English summary
Know more about the unique tradition of "Saraspur mamera" in 139 Rath Yatra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X