For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો રાજ્ય, દેશ અને સૌરાષ્ટ્રમાં શું છે કોરોનાની પરિસ્થિતિ?

છેલ્લા 24 કલાકમાં 3 લાખથી ઓછા નવા સંક્રમિત મળી આવ્યા છે. આ સંખ્યા તેના આગલા દિવસ કરતાં 50,190 ઓછી હતી. મંગળવારના રોજ સમગ્ર દેશમાં 2,55,874 સંક્રમિતોની પુષ્ટિ થઈ હતી, જ્યારે તે પહેલા આંકડો 3 લાખને પાર કરી ગયો હતો.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોનાવાયરસ સંક્રમણની સંખ્યામાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 3 લાખથી ઓછા નવા સંક્રમિત મળી આવ્યા છે. આ સંખ્યા તેના આગલા દિવસ કરતાં 50,190 ઓછી હતી. મંગળવારના રોજ સમગ્ર દેશમાં 2,55,874 સંક્રમિતોની પુષ્ટિ થઈ હતી, જ્યારે તે પહેલા આંકડો 3 લાખને પાર કરી ગયો હતો. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, હવે 22,36,842 સક્રિય દર્દીઓ છે. આવા સમયે ડેઇલી કોવિડ પોઝિટિવિટી રેટ 15.52 ટકા છે.

સોમવારના રોજ 2,67,753 કોરોના દર્દીઓ સાજા થયા

સોમવારના રોજ 2,67,753 કોરોના દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 614 મૃત્યુ નોંધાયા છે અને કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા 2,67,753 છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, સોમવારના રોજ સમગ્ર દેશમાં16,49,108 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે એક દિવસ પહેલા કરતા 1,74,355 વધુ હતા.

કુલ કોરોના ટેસ્ટની વાત કરીએ, તો આ સંખ્યા 71,98,02,433 પરપહોંચી ગઈ છે.

દેશમાં રસીકરણની સ્થિતિ

દેશમાં રસીકરણની સ્થિતિ

અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં લોકોને કોરોના રસીના 1,62,92,09,308 ડોઝ આપવામાં આવ્યા છે. સોમવારના રોજ 62,29,956 ડોઝ આપવામાં આવ્યા હતા.

સરકારીડેટામાં કહેવામાં આવ્યું છે કે, કરોડો કોવિડ ટેસ્ટ જે કરવામાં આવ્યા હતા, તે મોટાભાગે નેગેટિવ હતા અને કોરોના સંક્રમિતોની સંખ્યા 4 કરોડથી ઓછી છે.

અત્યાર સુધીમાંઆ આંકડો 3,97,99,202 નોંધવામાં આવ્યો છે, જેમાંથી 3,70,71,898 રિકવર કરવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં 4.90 લાખ લોકોએ જીવ ગુમાવ્યા

અત્યાર સુધીમાં 4.90 લાખ લોકોએ જીવ ગુમાવ્યા

જો આપણે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પર નજર કરીએ, તો સરકારી આંકડાઓ અત્યાર સુધીમાં કુલ 4,90,462 મૃત્યુ નોંધાઇ રહ્યા છે. જો કે, સુધારા બાદઆ સંખ્યા વધી શકે છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સોમવારના રોજ મૃત્યુ નોંધાયા હતા, જે અગાઉના દિવસ કરતા 175 વધુ હતા.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13,805 નવા કેસ નોંધાયા છે અને 25 દર્દીઓએ કોરોનાને કારણે દમ તોડ્યો છે. રાજ્યમાં સતત રોજના આંકડા વધી રહ્યા છે, ત્યારે હવેએક્ટિવ કસનો આંકડો પણ 1,35,148 થયો છે.

એક્ટિવ કેસ 1 લાખને પાર

એક્ટિવ કેસ 1 લાખને પાર

એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં આ આંકડો 1 લાખને પાર પહોંચ્યો છે. હાલ રાજ્યમાં 135148 એક્ટિવ કેસ છે, તેમાના 156 દર્દીઓ વેન્ટિલેટર પર છે. કેસ વધતાહવે એક્ટિવ કેસનો આંકડો પણ રોકેટ ગતિએ વધી રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં કોરોનાની પરિસ્થિતિ

સૌરાષ્ટ્રમાં કોરોનાની પરિસ્થિતિ

સોમવારના રોજ રાજકોટ શહેરમાં બે અને જામનગર શહેરમાં વધુ બે લોકોના કોવિડ સંક્રમણને કારણે મોત થયા છે.

રાજકોટ જિલ્લામાં કુલ મળીને 1,149 લોકોનો ટેસ્ટપોઝિટિવ આવ્યો હતો, જેમાંથી 889 એકલા શહેરના છે.

જામનગરની બે મૃત મહિલાઓ, એક 61 વર્ષીય અને બીજી 51 વર્ષીય મહિલા, જેઓ GG હોસ્પિટલમાં મૃત્યુપામ્યા હતા, બંને રસી લીધા વગરના હતા.

બંને મહિલાઓની હાલત ખરાબ થઈ ત્યાં સુધી હોસ્પિટલમાં દાખલ થઈ ન હતી. જામનગર જિલ્લામાં 183 પોઝિટિવ હતા,જ્યારે ભાવનગરમાં 322 અને કચ્છમાં 282 નોંધાયા હતા.

English summary
Know what is the situation of Corona in the state, country and Saurashtra?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X