For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોલંકીના ઘરે બેઠકઃ 22 બેઠકો પર ટિકીટની કરાશે માંગ

|
Google Oneindia Gujarati News

purshottam solanki
ગાંધીનગર, 04 ઑક્ટોબરઃ ગુજરાતમાં ચૂંટણીની તારીખો ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવ્યા બાદ મત્સ્યઉદ્યોગમંત્રી પુરુષોત્તમ સોલંકીના નિવસસ્થાને કોળી સમાજની બેઠક મળી છે. ગાંધીનગર ખાતે મળેલી આ બેઠકમાં કોળી સમાજના અંગ્રણી દ્વારા 22 ટિકીટોની ફાળવણી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

ચુંટણીની તારીખો જાહેર કરવામાં આવ્યાના અમુક કલાકો પછી તુરત જ રાજકીય અગ્રણીઓ દ્વારા બેઠકનો દોર શરૂ કરવામા આવી ગયો છે. ચૂંટણી દરમિયાન પોતાના ઉમેદાવર ચૂંટણી લડે તેવા ઉદ્દેશ સાથે મળતી બેઠકોમાં ચોક્કસ આંક જે તે પાર્ટી સમક્ષ રજૂ કરવામાં આવે છે. આ જ રીતે કોળી સમાજના આગેવાનો દ્વારા ભાજપ સમક્ષ પણ તેમની જ્ઞાતિના 22 ઉમેદવારનો ટિકીટ આપવામા આવે તેવી માગ કરવામાં આવશે.

વિધાનસભાની ચૂંટણીમાં કોળી સમાજના ઉમેદવારોને ટિકીટ ફાળવણી કરવામા સહિતના મુદ્દાઓની ચર્ચા માટે ગાંધીનગર ખાતે પુરુષોત્તમ સોલંકીના નિવાસ્થાના રાજ્યના વિવિધ જિલ્લામાંથી કોળી આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા. જેમાં દરેક જિલ્લામાં કોળી સંગઠનને મજૂબત કરવા અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છેકે વિધાનસભાની 182 બેઠકોમાંથી 32 બેઠકો પર કોળી સમાજનું પ્રભુત્વ છે અને આ 32 બેઠકોમાંથી 22 બેઠકોમાં કોળી સમાજના જ કોઇ ઉમેદવારને ચૂંટણી લડવા માટે ટિકીટ ફાળવવામાં આવે તેવી માગણી ભાજપ સમક્ષ કરવામાં આવશે. તેમજ તેમાંથી ત્રણેક બેઠકો મહિલાના ફાળવવામાં આવે તેમ જણાવશે.

English summary
After declared election date of gujarat assembly election by election commission, koli samaj meeting at Fisheries Minister Purushottam Solanki residence for ticket issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X