કચ્છના કિડાણામાં જુગારધામ ઝડપાયું, 7 જુગારીઓ સાથે 16.87 લાખનો મુદ્દામાલ જપ્ત
ગાંધીધામઃ કચ્છમાંથી જુગાર રમતા 7 શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. જુગારીઓ પાસેથી કુલ 16 લાખ 87 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તમામ આરોપીની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. કિડાણાના રહેવાસી કાથણ મેમા આહિર દ્વારા જુગારનો અડ્ડો ચલાવવામા આવી રહ્યો હતો. બાતમીના આધારે પોલીસે દરોડા પાડી જુગાર રમી રહેલા 7 શખ્સોને રંગેહાથે પકડી પાડ્યા.

કચ્છમાં જુગારધામ ઝડપાયું
પોલીસને બાતમી મળી હતી કે, કિડાણા સીમ, તાલુકો ગાંધીધામમાં બહારથી માણસો બોલાવી પોતાના ફાયદા સારૂ રૂપિયાની નાલ ઉઘરાવી ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમાડે છે, જેના આધારે પોલીસની ટૂકડીએ જુગાર પ્રોહબીશનની બદી નેસ્તનાબુદ કરવા દરોડો પાડ્યો હતો. દરમિયાન સાત શખ્સો ઝડપાયા.

આ સાત લોકોની ધરપકડ કરવામાં આવી
- કાથણ મેમા આહિર
- યોગેન્દ્ર બચુભા ઝાલા
- મ્યાજર જેસંગ આહિર
- શામજી વાલા જરૂ
- જીવા નારણ આહિર
- યોગેશ કરશન આહિર
- કાસમ આદમ કકલ

16 લાખ 87 હજારનો મુદ્દામાલ જપ્ત
પોલીસ ઈન્સપેક્ટર એસ એસ દેસાઈ અને પોલીસ સબ ઈન્સપેક્ટર બીજે જોષી તથા એ.એસ.આઈ. કીર્તિ કુમાર ગોડિયા તથા પોલીસ કોન્સ્ટેબલ ગલાલભાઈ પારગી અને પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંગ ઝાલા તથા ખોડૂભા ચુડાસમા, જગદીશભાઈ સોલંગી, રાજા હિરાગર, જયપાલ સિંહ પરમાર અને ગૌતમભાઈ સોલંકી વગેરેના પોલીસ કાફલાએ કાર્યવાહી કરી જુગાર રમતા સાત શખ્સોને પકડી પાડ્યા. આરોપીઓ પાસેથી 1,26,000ની રોકડ, 5 નંગ મોબાઈલ (કિંમત 41000) અને ત્રણ વાહનો (કિંમત- 15,20,000) એમ કુલ મળી 16 લાખ 87 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વીડિયો કોલિંગ દ્વારા સાવધાની ના રાખી તો આઈએસડી ચાર્જ લાગશે, જાણો