રાપરના ધાણીથર ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયું
જન્માષ્ટમી નજીક છે ત્યારે સૌરાષ્ટ કચ્છમાં જુગારના અડ્ડા સક્રિય બની ગયા છે. જુગારને તહેવાર સાથે જોડી લોકો તહેવારની પવિત્રતાને પણ ઝાંખી પાડી રહ્યા છે. આવો જ એક મામલો રાપરના ધાણીથર ગામની સીમમાંથી સામે આવ્યો છે. જ્યાં પૂર્વ કચ્છની લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડી જુગાર રમતા શખ્સોની ધરપકડ કરી લીધી છે.

જુગારનો અડ્ડો ઝડપાયો
પૂર્વ કચ્છ એસપી મુજબ બોર્ડર રેન્જ આઈજીપી જે આર મોથાલીયા, પૂર્વ કચ્છ પોલીસ અધક્ષક, અને મયુર પાટીલનાઓ તરફથી જિલ્લામાં જુગારની બદી નેસ્ત ાબુદ કરવા જરૂરી સૂચનો આપતા એલસીબીની ટીમે જુગારના કેસો શોધવા આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું દરમિયાન મળેલ બાતમીના આધારે ઘાણીથર ગામની સીમમાંથી જુગારનો અડ્ડો મળી આવ્યો. ઈસમોને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે.

પકડાયેલા આરોપીઓ
જુગાર રમી રહેલા કુલ 12 જેટલા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે, જેમાં અરવિંદ ટપુભાઈ અખીયાણી, બચુભાઈ મોમાયાભાઈ અખીયાણી, ફતેસિંહ મોહનસિંહ જાડેજા, મુકેશસંહ મંગુભા જાડેજા, રામદેવસિંહ મોહનસિંહ જાડેજા, હરપાલસિંહ ગંભીરસિંહ જાડેજા, મોમાયાભાઈ ટપુભાઈ અખીયાણી, જીતુભા સુખુભા જાડેજા, સાહેબજી સુખુભા જાડેજા, કેશુભા સબુભા જાડેજા, જગદીશ કાનજી સુરાણી અને ગોપાલ અમરશી સુરાણી સામેલ છે.

58300 રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો
પોલીસે દરોડા પાડી 12 જુગારીઓેને ઝડપી પાડ્યા હતા. આ તમામ લોકો જુગાર રમતાં રંગે હાથે ઝડપાયા હતા. તેમની પાસેથી કુલ 25300ની રોકડ, 10 મોબાઈલ ફોનસ 1 ચાર્જિંગ બેટરી કુલ મળીને 58300નો મુદ્દામાલ ઝડપાયો છે.
અમદાવાદઃ પાંચ વર્ષ પહેલા છોકરીનો રેપ કરનાર ટ્યૂશન ટીચરની ધરપકડ