For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છઃ આપની કારોબારી મીટિંગમાં મહાનુભાવોનુ કરાયુ સમ્માન, ઈશુદાન સહિત નેતાઓ કચ્છની મુલાકાતે

આમ આદમી પાર્ટીના કારોબારી સભ્યોની બેઠક મળી હતી જેમાં મહાનુભાવાનુ સમ્માન કરવામાં આવ્યુ હતુ.

|
Google Oneindia Gujarati News

કચ્છઃ આમ આદમી પાર્ટીના કારોબારી સભ્યોની બેઠક મળી હતી જેમાં મહાનુભાવાનુ સમ્માન કરવામાં આવ્યુ હતુ. આ બેઠકમાં કોરોના જાગૃતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકનો મુખ્ય હેતુ વિવિધ ગામડાઓમાં જઈને પ્રવાસનુ આયોજન કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી જેમાં માંડકૂવા, કલ્યાણપુર, નખત્રાણા માતાના મઢ, નલિયા વગેરે સ્થળોએ યાત્રા કરી તેમજ માંડવી ખાતે રાત્રિ રોકાણ તેમજ આગામી આયોજનો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.

Recommended Video

કચ્છ : આમ આદમી પાર્ટી કારોબારી સભ્યોની મીટીંગમાં મહાનુભાવોનું સન્માન કરાયું

AAP

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ જણાવ્યુ કે આજે કારોબારી સભ્યોની મીટિંગ યોજવામાં આવી. 22, 23 અને 24 જુલાઈએ ગુજરાતના પદાધિકારીઓ ઈશુદાન ગઢવી, ગોપાલભાઈ ઈટાલિયા, ગુલાબસિંહ યાદવ, હેમાભાઈ ચૌધરી આવી રહ્યા છે તો તેમનો સ્વાગત કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. તેઓ અમારી પાસે જનસંવેદના મુલાકાત અર્થે આવી રહ્યા છે. કોરોના કાળમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ આપવા અને ખરેખર સાચી માહિતી શું છે એ જાહેર કરવા માટે અમે આ આખી સંવેદના યાત્રા કાઢી રહ્યા છે. અમે જે ગામની મુલાકાત લઈશુ તે માટી એક કળશમાં ભેગી કરીશુ.

કાર્યકર્તાએ વધુમાં જણાવ્યુ કે, અમે એક સ્ટેચ્યુ બનાવવા માંગીએ છીએ જે એક યાદગીરી તરીકે એ લોકોને યાદ કરવામાં આવે. સરકારની બેદરકારીના લીધે મૃત્યુ દર વધ્યો એ ખૂબ દુઃખદ ઘટના હતી જેના માટે સંવેદના વ્યક્ત કરવા માટે એકઠા થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ 21મીએ રાતે અહીં આવશે ત્યારબાદ 22મીએ માધવપુર, માંડકૂવા, કલ્યાણપુર, નાખત્રાણાથી આશાપુરા માતાના દર્શન કરીશુ અને ત્યાંથી વર્માનગર ખાતે સભા યોજ્યા બાદ ત્યાંથી આગળ વધીને નલિયા ખાતે નાનો કાર્યક્રમ કરી રાત્રિ રોકાણ માંડવી ખાતે કરીશુ. 23મી સવારે દુર્ગાપર જઈ સંવેદના કાર્યક્રમ બાદ મુંદ્રા જઈશુ. આમ પશ્ચિમ કચ્છની અમારી મુલાકાત પૂરી થશે. ત્યાંથી અમે પૂર્વ કચ્છ તરફ પ્રયાણ કરીશુ.

English summary
Kutchh: AAP executive members meeting, other leaders including Ishudan to visit east Kutchh from tomorrow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X