માંડવીમાં સરહદ ડેરીમાં નાણાની ઉચાપતનો મામલો સામે આવ્યો
કચ્છઃ માંડવી તાલુકાના મોટા લાયજા ગામે સરહદ ડેરીના નાણાની ઉચાપતનો મામલો સામે આવ્યો છે. માંડવી તાલુકાના મોટા લાયજા ગામે ખોટી રીતે હોદ્દાનો ઉપયોગ કરીને સરહદ ડેરીના નાણા ઉચાપત કરવાના ઈરાદાથી ખોટા ગેરકાયદેસર વેચાણ દસ્તાવેજો કરી તેમાં બજાર કિંમતો ખોટી બતાવી કિંમતમાં એકબીજાની મદદ કરીને ખરીદી કરતા આરોપીઓએ મળીને સરકારી નાણાની ઉચાપત કરતા હોદ્દેદારોએ હોદ્દાનો ગેરઉપયોગ કરીને નાણા ઉચાપત કરવાના આક્ષેપો કર્યા છે. મોટા લાયજા ગામના મીતપ્રકાશ ગઢવીએ વધુ ચોંકાવનારા ખુલાસા પણ કર્યા હતા.

ગઢવીએ જણાવ્યુ કે, 'ખોટી રીતે હોદ્દાનો દૂરુપયોગ કરી પૈસા આ ડેરીમાંથી આયોજનબદ્ધ ભ્રષ્ટાચાર કરેલો છે. સૌ પ્રથમ આ સિદ્ધ કેન્દ્ર બનતુ હતુ ત્યારે સરહદ ડેરી મોટા લાયજાના અંદર જમીનની ખરીદી કરવામાં આવી. આમ જોવા જઈએ તો સિધ્ધ કેન્દ્રમાં સરકાર ધારા ધોરણ મુજબ માલિક સાથે પ્લોટ ખરીદી કરે. અહીં પ્લોટ ખરીદવામાં આવ્યો પણ કંઈક અલગ રીતે. લોકોને માન્યામાં ન આવે એ રીતે અહીં પ્લોટની ખરીદી કરવામાં આવી.'
વધુમાં તેમણે જણાવ્યુ કે, 'આ 500થી 600 વારનો પ્લોટ છે. એનો વેચનાર માલિક એક હોવો જોઈએ. જેનો સરહદ ડેરી સાથે સીધો કૉન્ટેક્ટ હોવો જોઈએ. એના બદલે માસ્ટર માઈન્ડથી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો. અમે તપાસ કરતા જાણવા મળ્યુ કે એક પ્લોટના સાત ભાગ કરવામાં આવ્યા. એક માલિકના બદલે સાત ભાગ કરીને પાછા એ જ ડેરીને વેચવામાં આવ્યા. '
ભારતીય શાસ્ત્રીય સંગીતના જાણીતા સિતારવાદક અને સંગીતજ્ઞ પંડિત રવિશંકરની પુણ્યતિથિ