
કચ્છના માધાપરમાં ત્રીજા નેત્ર સમાન WiFiથી સજ્જ કેમેરા લગાવાયા, ગુનેગારોની ખેર નથી
કચ્છમાં અવારનવાર લૂંટ- ચોરીની ઘટનાઓ બનતી રહે છે. આને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ અહી જુદા-જુદા સ્થળોએ ત્રીજા નેત્ર સમાન કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેનાથી ગુનાખોરીની ઘટનાઓ પર અંકુશ લગાવી શકાય. હવે વહીવટી તંત્રએ આ કેમેરાને WiFiથી સજ્જ કરી વધુ મજબુત સુરક્ષા માટે તૈયાર કરાયો છે.

માધાપર નવાવાસના ગ્રામ પંચાયતના સરપંચ તથા ઉપસરપંચના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી છે. માધાપર નવાવાસમાં દાતાઓની મદદથી ટાવર ઉભા કરી તેના પર લાઇટ સાથે વાઇફાઇ નેટવર્ક જોડાણ સાથે કેમેરા લગાવવામાં આવ્યા છે.
સુત્રોના જણાવ્યા ઇનુસાર નવાવાસમાં જુદી જુદી જગ્યાએ ટોટલ 12 કેમેરા લગાવવામાં આવ્યા છે, જેમા હજુ પણ 6 કેમેરાનો વધારો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અન્ય જગ્યાઓએ પણ કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરાની મદદથી ગુનેગારોને પકડવા સહેલા થઇ જશે. આ ઉપરાંત અસામાજિક તત્વો પર ફણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.