For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદકપ્રિય વડીલે ત્રીસ મિનિટમાં 25 લાડુ ચટ કર્યા

|
Google Oneindia Gujarati News

રેસકોર્સ ખાતે સિધ્ધિવિનાયક ધામ ખાતે દર વર્ષે મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ઉત્સાહભેર લોકો ભાગ લે છે. આ વખતે 9માં ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં એક 65 વર્ષીય વડીલે 30 મિનિટમાં પોણા પચ્ચીસ લાડુ ખાઇને સતત સાતમાં વર્ષે પણ વિજેતા બન્યા હતા.

એટલું જ નહીં આ સ્પર્ધામાં પુરુષો સાથે મહિલાઓ વચ્ચે પણ લાડુની સ્પર્ધા કરવામાં આવી હતી. ત્યારે કોણ જીત્યુ આ કાર્યક્રમમાં તે જાણો અહીં.....

9 વર્ષોથી કરાય છે આ સ્પર્ધા

9 વર્ષોથી કરાય છે આ સ્પર્ધા

રાજકોટ ખાતે પાછલા 9 વર્ષોથી લાડુ ખાવાની આ પરંપરાગત સ્પર્ધા યોજવામાં આવે છે. જેમાં લાડુના ચાહકો મોટા ભાગે હર્ષો ઉલ્લાસથી ભાગ લે છે.

ખાસ છે આ લાડુ!

ખાસ છે આ લાડુ!

સ્પર્ધાના નિયમ મુજબ સ્પર્ધકને લાડુ ખાવા માટે અડધી કલાકનો સમય આપવામાં આવે છે. સ્પર્ધકને ચાવવામાં તકલીફ ન પડે તે માટે કાજૂ-બદામ, કિસમીસ વગરનો ૧૦૦ ગ્રામનો એક એવા ચોખ્ખા ઘીના ચૂરમાના લાડુ સાથે દાળ અને પાણી પણ આપવામાં આવે છે.

7વર્ષોથી જીતે છે આ દાદાજી!

7વર્ષોથી જીતે છે આ દાદાજી!

ત્યારે આ સ્પર્ધામાં, પડધરી તાલુકાના સરપદડ ગામના રહીશ, 65 વર્ષીય ગોવિંદભાઈ લુણાગરીયાએ પ્રથમ આવ્યા હતા. જેમણે 3૦ મિનિટમાં પોણા પચ્ચીસ લાડુ ખાધા હતા. નોંધનીય છે કે સતત સાત વર્ષથી ગોવિંદભાઇએ તેમનો આ પ્રથમ આવવાનો રેકોર્ડ બનાવી રાખ્યો છે.

બીજો અને ત્રીજો ક્રમ

બીજો અને ત્રીજો ક્રમ

ત્યારે બીજા ક્રમે મોરબી રોડ રાજકોટ ખાતે રહેતા 45 વર્ષના રમેશભાઈ રૈયાણી આવ્યા હતા. જેમણે 21 લાડુ ખાધા હતા અને ત્રીજા ક્રમે મુળ જામજોધપુરના સોનવડીયા ગામના, 68 વર્ષના વૃધ્ધ ગીરધરભાઈ જાવીયા, જેમણે 19 લાડુ ખાઇ આ જીત મેળવી હતી. એટલું જ નહીં, ગીરધરભાઈ સ્પર્ધા પુરી થયા બાદ લાડુ પચાવવા દંડ-બેઠક કરવા લાગ્યા હતા.

મહિલામાં કોણ નંબર 1?

મહિલામાં કોણ નંબર 1?

મહિલાઓમાં 33 વર્ષના સાવિત્રીબેન યાદવે ર૧ મિનિટમાં ૧૩ લાડુ ખાઈ એક્ઝિટ લીધી હતી. પરંતુ દ્વીતીય ક્રમે 52 વર્ષના સાન્તાબેન પરમાર 10 લાડુ અને 52 વર્ષના જયશ્રીબેન પુજારા 8 લાડુ ખાઈને રંગ રાખ્યો હતો. નોંધનીય છે કે સાવિત્રીબેન સતત ત્રીજા વર્ષે વિજેતા થયા હતા.

English summary
Ladoo eating competition in Rajkot, See who win
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X