સૌરાષ્ટની લેડી ડોન સોનુ ડાંગરેનો થયો અકસ્માત, જાણો કોણ છે આ લેડી ડોન?

Posted By:
Subscribe to Oneindia News

મંગળવારે, ગોંડલના વાસાવડ પાસે થયેલા એક ગોજારા અકસ્માતમાં રાજકોટની જાણીતી લેડી ડોન, સોનું ડાંગર ઇજાગ્રસ્ત થઇ છે. આ સમયે તેના સુલતાન, રાજૂ યાદવ નામના તેના સાથીદારો પણ તેની સાથે હતા. ગોંડલની સિવિલ હોસ્પિટલમાં હાલ આ ત્રણેયને સારવાર આપવામાં આવી રહી છે. અને તેમના પગ, હાથ અને થાપામાં ગંભીર ઇજા થઇ છે તેવું ડોક્ટરે જણાવ્યું છે.

નોંધનીય છે કે સૌરાષ્ટ અને રાજકોટ પથંકમાં પોરબંદરના સંતોકબેન જાડેજા પછી બીજી ગુજરાતી લેડી ડોન તરીકે સોનુંએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. સોનુ ઉર્ફ ઉષા ચંદુભાઇ ડાંગરને ડાન્સનો શોખ હતો પણ તેના લગ્ન તેને ગૂનાખોરી ધંધામાં ખેંચી ગયા. તે તેના પતિને તેના દરેક ખરાબ કામમાં સાથ આપતી હતી.

 

પોતાના જ દિયર પર ચાકૂથી હુમલો કરવા, ખંડણી માંગવા, ખુલ્લેઆમ ફાયરિંગ કરવા, ગેરકાયદેસર હથિયાર રાખવા તેવા તો અનેક આરોપોમાં આ લેડી ડોનનું નામ જોડાયેલું છે ત્યારે ઉષામાંથી સોનું લેડી ડોન બનાવીની આ ગુજ્જુ લેડી ડોનની સફર વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

લગ્નથી ગુનાહિત ધંધામાં થયો ધરપ્રવેશ
  

લગ્નથી ગુનાહિત ધંધામાં થયો ધરપ્રવેશ

સોનું ઉર્ફ ઉષાને ડાન્સનો શોખ હતો તેણે બૂટલેગર સંજય રાજપૂત જોડે લગ્ન કર્યો અને પતિ જોડેથી ગુનાહિત ધંધામાં પ્રવેશની ટ્રેનિંગ લીધી. તે તેના પતિના દરેક ખરાબ કામોમાં તેનો સાથ આપતી.

આરોપો
  

આરોપો

સોનુ પર લાગેલા આરોપોની લીસ્ટ લાંબું છે. તેની પર લગભગ અડધો ડઝન કેસ છે. એટલું જ નહીં પોતાના જ દિયરને દારૂના વેપારમાં થયેલા વિવાદના કારણે તેણે ચાકૂ ભોંકેલું છે.

સોનુંનો ગુનાહિત ભૂતકાળ
  
 

સોનુંનો ગુનાહિત ભૂતકાળ

આ ઉપરાંત ખોટા ગેંગરેપના આરોપમાં બિલ્ડર જોડે પૈસાની ઉધરાણી કરવી, ખંડણી માંગવી, મારામારી, ગેરકાયદેસર હથિયાર, ફાયરિંગ જેવા અનેક આરોપ અને કેસ તેની પર અત્યાર સુધી થઇ ચૂક્યા છે.

દુકાનમાં કર્યા 5 રાઉન્ડ ફાયર
  

દુકાનમાં કર્યા 5 રાઉન્ડ ફાયર

રાજકોટમાં તીર્થધામ નામના કોમ્પલેક્ષમાં આવેલી મોબાઇલ શોપમાં નજીવી વાતો ઝગડો થતા પિસ્તોલ નીકાળીને 5 રાઉન્ડ ફાયર કર્યા હતા. જે બાદ તે ફરાર થઇ ગઇ હતી. આમ, રાજકોટ ધોળા દિવસે ખુલ્લે આમ ફાયરિંગ કરી સોની બની ગઇ લેડી ડોન.

પોલિસને હાથતાળી
  

પોલિસને હાથતાળી

જે બાદ તેણે બે મહિના સુધી ફરાર રહી હતી. પણ તેનો અકસ્માત થતા તે અમદાવાદમાં ખોટા નામે દાખલ થઇ હતી. પણ પાછળની પોલિસે તેની અટક કરી હતી.

ફરી થયો અકસ્માત
  

ફરી થયો અકસ્માત

જો કે જે બાદ ફરી મંગળવારે સોનુંની કાર પુલ સાથે અથડાઇ હતી અને પછી પુલની દિવાલ તોડીને ઉપર પરથી નીચે પડી હતી.

ફેસબુક પર ફોટા મૂક્યા
  

ફેસબુક પર ફોટા મૂક્યા

જે બાદ સોનું ડાંગરાએ પોતાના અકસ્માતના ફોટો સોશ્યલ મીડિયા સાઇટ ફેસબુક પર મૂક્યા હતા. સોનુંના જણાવ્યા મુજબ તે દિવ તરફ જઇ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.

કાર અકસ્માત
  

કાર અકસ્માત

ત્યારે મંગળવારે ગુજરાતની લેડી ડોન સોનું ડાંગરા સાથે થયેલો આ ભયાનક અકસ્માત કેવા ખતરનાક હતો તેની સાબિતી આ ફોટો આપે છે.

મને કોઇએ મેસેજ કરવો નહીં
  

મને કોઇએ મેસેજ કરવો નહીં

એટલું જ નહીં પોતાના અકસ્માત વિષે સોનુંએ પોતાના ફેસબુક પ્રોફાઇલ પર જણાવ્યું હતું તેણે લખ્યું હતું કે તે હોસ્પિટલમાં છે અને મને કોઇને મેસેજ કરવો નહીં કારણ કે હું કોઇને રિપ્લાય નહીં કરી શકું. સોરી!

સોનું એ મૂક્યો ફોટો
  

સોનું એ મૂક્યો ફોટો

એટલું જ નહીં સોનુંએ પોતાનો ફોટો પણ મૂક્યો છે અને તેની પર બેડ રેસ્ટ તેવું લખ્યું પણ છે. નોંધનીય છે કે ગોંડલમાં થયેલા અકસ્મતામાં સોનુને થાપા, પગ અને હાથ પર ઇજાઓ થઇ છે.

English summary
Lady Don Of Rajkot Sonu Alias Usha Chandubhai Danger
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.