
લાખણી: વાસણ (કુડા) ગામના સરપંચ પર ભ્રષ્ટાચારનો આરોપ, ડેપ્યુટી સરપંચે લગાવ્યા આરોપ
બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના ગામડામાં સરપંચ પર વિકાસના નામે ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લાગ્યો છે. લાખણી તાલુકાના વાસણ (કુડા) ગામના સરપંચ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યો છે. ગામના સરપંચ આરોપો લગાવનાર બીજુ કોઇ નહી પરંતું વાસણ કુડા ગામના ડેપ્યુટી સરપંચ છે. ગામના જાગૃત નાગરિક દ્વારા વિકાસના કાર્યોની આરટીઆઇ દ્વારા જાણકારી માંગતા આ ભ્રષ્ટાચાર સામે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આરટીઆઇમાં જાણવા મળ્યું છેકે 14માં નાણા પંચમાં ગામમાં અલગ અલગ જગ્યાએ રોડ પાસ કરાવી ભર્ષ્ટાચાર આચરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ 14માં નાણા પંચમાં 54 લાખનો ઉપાડ કરી ફક્ત 30 લાખનું જ કામ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત એક જ નોંધને ત્રણ - ત્રણ વાર પાસ કરાવવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે.
વાસણ કુડા ગ્રામ પંચાયતના સભ્યોએ તલાટી પર પણ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. ગામના સરપંચ દ્વારા એકના એક રોડને ત્રણ વાર પાસ કરાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
ગ્રામ પંચાયતના સભ્યોએ સરપંચ અને તલાટી પર મનમાની કરતા હોવાનો આરોપો લગાવ્યા છે. સભ્યોએ આરોપ લગાવ્યો છેકે ગામમા સરપંચ દ્વારા સભા ભરવામાં પણ આવતી નથી. ગામમા ગ્રામ પંચાયતના સભ્યો સાથે મીટીંગ કરી ગ્રાંટ વિશેની કે કોઇ પણ પ્રકારના વિકાસના કાર્યોની માહિતી આપવામાં આવતી નથી. વાસણ કુડા ગામના ડેપ્યુટી સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોએ આ મામલે સરપંચ પર કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો: વાસણભાઈ આહિરે વારાહીથી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવ્યો