હિંસા, મોધવારીથી બેરોજગારી સુધીના કોંગ્રેસ દ્વારા ભાજપની 8 વર્ષની 8 છેતરપિંડી રજૂ કરાઇ
કોંગ્રેસ નેતા અજય માકન અને રણદીપ સુરજેવાલાએ ભાજપ પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે , ભાજપ શાસનમાં પેટ્રોલ-ડીઝલ સહિતની વસ્તુઓના ભાવ વધારો કરીને મોંઘવારી વધારવામાં આવી છે. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ કરી નાખવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારને આઠ વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા સમગ્ર દેશમાં સરકારની ઉપલ્બધીઓની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા મોદી સરકારના આઠ વર્ષની 8 છેતરપિંડી દેખાડવામાં આવી છે. કોંગ્રેસે બેરોજગારી મોંઘવારી અને દેશની આર્થિક સ્થિતિને લઇને અનેક સવાલો ઉઠાવ્યા છે.
રણદીપ સુરજેવાલા મોદી સરકાર પર અર્થવ્યવસ્થાની ખરાબ હાલત પર નિશાન સાધતા સરકાર આંકડામાં હેરાફેરી કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે.
1 ભાજપ છે તો મોઘારી છે. પોતાના ફાયદા માટે ટેક્સમાં વધારો કરીને જનતાની ખિસ્સા ખાલી કર્યા છે.
2 દેશને બે રોજગારી અને અભણ રાખવાનું પાપ કર્યુ છે. વર્લ્ડ બેંકની રિપોર્ટ કહે છે કે આપણે ઘણઆ પાછળ છુટી ગયા છિએ,દેશમાં અત્યારે 48 કરોડ બે રોજગાર છે. ને 42 લાખ સરકારી પદ ખાલી છે.
3 અર્થવ્યવસ્થા બે હાલ : GDP બેહાલ રૂપિયો સતત તુટી રહ્યો છે. 66 વર્ષમાં જેટલો.દેશ સૌથ વધારે દેવાદાર બન્ય એટલો અત્યારે બની રહ્યો છે. બેન્ક ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. પીએસયૂ વેચી, વિજળી ઉત્પાદન વેચી, 25 એરપોર્ટ વેચ્યા, અને સરકારી સંસ્થાનોને પણ વેચવામાં આવી રહ્ય છ.
4 ખેડૂતોની આવક બમણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આવક તો ના વધી પણ દુખ સૌ ગણુ વધી ગયુ છે.
5કોગ્રેસ અનુસાર ભાજપે કોઇ જ વિકાસ નથી કર્યો, તેમનો વિકાસ સાથે કોઇ જ નાતો નથી. ભાજપે હિંસા ભડકાવાનું જ કામ કર્યુ છે. 8 વર્ષમાં 3400 ધાર્મિક હિંસા થઇ છે
6 ભાજપે પછાત લોકોને પાછળ છોડીને એસટી, એસસી, અને ઓબીસી સાથે સંબધ તોડી નાખ્યો છે.
7 કોંગ્રેસે બોર્ડર અને ચીન પર સવાલ ઉઠાવતા જણાવ્યુ હતુ કે, આ સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષાને આંચ આવી છે.
8 કોંગ્રેસે કહ્યુ કે, ભાજપ શોર્યના નામે મત માંગી રહી છે. પરંતુ સૈનાના હિતોને નુક્સાન પહોચાડવામાં આવી રહ્યુ છે.