લો ગાર્ડન પર નવરાત્રિ પહેલાની ઝાકમઝોળ જુઓ આ તસવીરોમાં

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદના લો ગાર્ડનની રંગત નવરાત્રિના આવ્યા પહેલા ખાસ બદલાઇ જાય છે. નવરાત્રિ પહેલા અહીં ખાસ ચણિયા ચોળીની દુકાનો લાગે છે. અને મોટી સંખ્યામાં લોકો અહીં નવરાત્રિમાં પહેરવા માટે નીતનવી ડિઝાઇનવાળી ચણિયાચોળી ખરીદવા માટે આવે છે.

વળી અહીં દર વર્ષે ચણિયા ચોળીની નવી ડિઝાઇનો જોવા મળે છે એટલું જ નહીં અહીં સારું એવું ભાવતાલ પણ કરાવું પડે છે. જો કે હવે તો લો ગાર્ડનની આ બજાર એટલી પોપ્યુલર થઇ ગઇ છે કે સુરત અને વડોદરામાં પણ આવી જ રીતે ચણિયાચોળીની અલગ દુકાનો ખાસ નવરાત્રિ માટે લાગવી શરૂ થઇ ગઇ છે.

 

ત્યારે લો ગાર્ડનની આ દુકાનોની ખાસ તસવીરો જુઓ અહીં અને સાથે જ જાણો હાલ ગુજરાતમાં ચણિયા ચોળીમાં કયા લેટેસ્ટ ટ્રેન્ડ ચાલે છે. અને આ વખતે નવરાત્રિ કેવી રીતે તમે ફેશનેબલ અને સ્ટાઇલ દેખાશો તેની થોડી ટિપ્સ પણ અમે તમને આપશું તો જુઓ નીચેનો આ ફોટોસ્લાઇડર...

લો ગાર્ડનની રંગત
  

લો ગાર્ડનની રંગત

અમદાવાદમાં લો ગાર્ડનમાં આજ કાલ રોજ સાંજે ખાસ ભીડભાડ જોવા મળે છે. અહીં લોકો નાની નાની દુકાનો બનાવી અને રસ્તા પર નાના ઠેલા લગાવી ચણિયાચોળીઓ વેચે છે અને ધૂમ કમાણી કરે છે.

લેટેસ્ટ સ્ટાઇલ
  

લેટેસ્ટ સ્ટાઇલ

વળી અહીં દર વર્ષે લેટેસ્ટ સ્ટાઇલની ચણિયાચોળી લાવવામાં આવે છે. જો કે તેના ભાવ પણ ખૂબ જ વધારે હોય છે પણ ખરીદનાર નવરાત્રિ પાછળ 2-3 હજાર ખર્ચો કરી દે છે. વળી અહીં ભાવતાલ પણ કરવો પડે છે.

શું છે હાલનો ટ્રેન્ડ
  
 

શું છે હાલનો ટ્રેન્ડ

આ વખતની નવરાત્રિમાં નીચે હેવી પટ્ટા હોય અને ઉપર ક્રેપ ટાઇપના કપડું હોય તેનો ટ્રેન્ડ છે. આ તસવીરમાં પણ પોપટી અને પીળા રંગની તેવી ચણિયાચોળી દેખાય છે. વળી ડિઝાઇનર ચણિયાચોળી, ડિઝાનર બ્લાઉઝ, શોર્ટ બેકલેસ બ્લાઉઝનો પણ ટ્રેન્ડ છે. હેવી ભરતકામ કરતા રંગબેરંગી લાઇટ કલર વર્ક લોકોને વધુ પસંદ આવી રહ્યું છે.

કૂર્તા છે ટેન્ડ્રમાં
  

કૂર્તા છે ટેન્ડ્રમાં

ત્યારે વર્ક કરેલા કૂર્તા અને કોટી પણ ભારે ડિમાન્ડમાં છે. અને આ પહેરવામાં પણ કમ્ફર્ટેબલ છે. વળી વર્ક વાળા પલાઝો અને ક્રોપ ટોપ ટ્રેન્ડમાં છે.

છોકરામાં શું ટ્રેન્ડ છે
  

છોકરામાં શું ટ્રેન્ડ છે

છોકરામાં હાથના લટકણ, વર્ક વાળી ટોપી કે વિવિધ હાથ પગના લટકણ અને વર્ક વાળી કોટી ટેન્ડમાં છે. પ્લેન ખાદીના ઝબ્બા પર વર્ક વાળી કોટીની પણ હાલ ફેશન છે.

ધરેણાં
  

ધરેણાં

જો કે આ વખતે નાના લાઇટ ધરેણાની સાથે લાંબા અને હેવી ઝ્વેલરીનો પણ ટ્રેન્ડ છે. જો કે જે લોકો હેવી ઝ્વેલરી સાથે નાચી નથી શકતા તે લાઇટ ધરેણાં જ લેવાનું વધુ પસંદ કરે છે.

લો ગાર્ડનની રંગત
  

લો ગાર્ડનની રંગત

ત્યારે સાંજ પડતા તો લો ગાર્ડનમાં પગ રાખવાની પણ જગ્યા નથી હોતી અને લોકોની ભારે ભીડ અહીં જોવા મળે છે. અને એકદમ નવરાત્રિ વાળી ફિંલિંગ આવી જાય છે!

English summary
Know Latest Trend of Chaniya choli at law garden shopping market in ahmedabad
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.