મહેસાણામાં ઢોર ચોરી તથા ઘરફોડ ચોરી કરતી ગેંગનો મુખ્ય સુત્રધાર પકડાયો
મહેસાણામાં કેટલાક દિવસોથી ઘરફોડ અને ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ બાબતે તપાસ હાથ ધરી પોલીસે ઘરફોડ ચોરી અને ઢોર ચોરી કરતી એક ગેંગને પકડી પાડી છે. પોલીસ ઈન્સપેક્ટર આર કે પરમાર અને એલસીબી અરવલ્લીએ બાતમીના આધારે ગેંગના મુખ્ય સુત્રધારને દબોચી કાઢ્યો હતો.
પોલીસ અધિક્ષકની કચેરી અરવલ્લીએ આપેલી માહિતી મુજબ ઘરફોડ ચોરી અને ઢોરની ચોરી કરતી આ ગેંગના મુખ્ય સુત્રધારનું નામ આરીફ ખ્યાલી બુલાખી મુલતાની છે જે મુળ ચાંદટેકરી, મોડાસા, અરવલ્લીનો રહેવાસી છે. પોલીસે પૂછપરછ હાથ ધરતાં આરોપીએ અરવલ્લી, સાબરકાંઠા મહેસાણા જિલ્લાના ઢોર ચોરી તથા મિલકત સંબંધી ઘરફોડ ચોરીના કુલ 20 જેટલા અપરાધ કર્યા હોવાનું માલૂમ પડ્યું છે.
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાનુ કોરોના વાયરસના કારણે નિધન, પીએમે વ્યક્ત કર્યુ દુઃખ
ધનસુરામાં ઘરફોડ ચોરીના ગુન્હામાં આરોપીની અટકાયત કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી કરતાં પુછપરછ દરમ્યાન ઘરફોડ કરતી ગેંગનો ભાંડાફોડ થયો. જણાવી દઈએ કે, જલાલ અલ્લારખા મુલતાની, સાદિક સફી ઉર્ફે લુલીયો મુલતાની, સમીર સાબિર મુલતાની- અરવલ્લીના રહેવાસી છે અને ઘરફોડ ચોરી કરતી ગેંગના સભ્યો છે જેની પોલીસ તલાશ કરી રહી છે.