For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપના રાષ્ટ્રીય નેતા બીજા તબક્કા માટે 93 ઉમેદવારો માટે કરશે પ્રચાર

આ ઉપરાંત આગામી તા. ૦૫મી ડિસેમ્બરે યોજનારા બીજા તબક્કાના મતદાન માટે પૂર્વ કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપ પ્રમુખ રેખાબેન વર્મા, મધ્યપ્રદેશ લોકસભા ક્ષેત્રના સાંસદો સતપાલ મહારાજ, કલ્પનાબે

|
Google Oneindia Gujarati News

આ ઉપરાંત આગામી તા. ૦૫મી ડિસેમ્બરે યોજનારા બીજા તબક્કાના મતદાન માટે પૂર્વ કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપ પ્રમુખ રેખાબેન વર્મા, મધ્યપ્રદેશ લોકસભા ક્ષેત્રના સાંસદો સતપાલ મહારાજ, કલ્પનાબેન શૈની, મધ્યપ્રદેશ રાજ્યસભાના સભ્ય વિવેકભાઇ ઠાકુર, કેન્દ્રિય મંત્રી દાનવે રાઉસાહેબ દાદારાઉ, કેન્દ્રિય મંત્રી રાજકુમારસિંહ કેન્દ્રિય મંત્રી ઇન્દ્રજીતસિંહ રાઉ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી ડી. પુરાન્દેરેશ્વર, હરિયાણા રાજ્યના ભાજપા પ્રમુખ ઓ. પી. ધનખડ સહિત કેન્દ્રના ૮૫ નેતાઓ ત્રણ દિવસ (તા. ૨૨/૧૧/૨૦૨૨ થી તા. ૨૪/૧૧/૨૦૨૨) માટે ૯૩ વિધાનસભા સીટ ઉપર બુથ સ્થરે જઇ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર કરશે.

SUDHANSHU
સુધાંશુ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીએ શાસનની ધુરા સંભાળ્યાં બાદ જે વિકાસ કાર્યો કરી ગુજરાતની કાયાકલ્પ કરી છે તેનું મુખ્ય પરિબળ જો કોઇ હોય તો તે પાણી છે. રાજ્યમાં કોંગ્રેસના શાસન દરમ્યાન દેશ અને રાજ્યની સરકાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યારેય પાણી ઉપલબ્ધ નહીં થાય તેવી વાતો કરતાં હતાં પરંતુ ૧૯૯૫થી ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તાના માધ્યમથી સેવા હેતુસર સત્તારૂઢ થતાં નેવાના પાણી મોભે ચડાવી નર્મદા જિલ્લામાંથી માં નર્મદાને કચ્છના રણ સુધી સુનિયોજીત આયોજન થકી પહોંચાડવાનું ભગીરથ કાર્ય ભાજપાની સરકારમાં કરવામાં આવ્યું છે.

સુધાંશુ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત આજે દરેક ક્ષેત્રે નં. ૧ ઉપર પહોંચ્યું છે તો તેનું મુખ્ય કારણ પાણી છે. એક સમય એવો હતો કે, રાજ્યની મહિલાઓને માથે બેડા ઉપાડી માઇલો સુધી ચાલતા જઇ પાણી લાવતા હતાં. દેશના અન્ય રાજ્યોમાં પાણી સ્તર નીચા ગયાં છે જ્યારે ગુજરાત જ એક એવું રાજ્ય છે કે જ્યાં પાણી સ્તર ઉપર આવ્યાં છે. ૧૯૯૭માં દેશની તત્કાલિન કોંગ્રેસ સરકારે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે આવેલ નર્મદા બંધની ઉંચાઇ વધારવા અંગેની ગુજરાતની વારંવારની રજૂઆતો છતાં મંજુરી ન આપવા માટે પ્રયત્નશીલ રહી હતી.પરંતુ દેશમાં વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન પદે નરેન્દ્રભાઇ મોદી સત્તારૂઢ થતાં માત્ર ૧૭ જ દિવસમાં નર્મદા બંધની ઉંચાઇ અને દરવાજા મૂકવાની પરવાનગી આપી દેવામાં આવી હતી.

સુધાંશુ ત્રિવેદીએ વધુમાં જણાવતાં કહ્યું હતું કે, લોકતંત્રના આ મહાપર્વમાં પાટણ અને ખેડા જિલ્લાના કોંગ્રેસના ઉમેદવારો દ્વારા તુષ્ટીકરણની રાજનીતિ કરી રાજ્યને ફરી એકવાર કોમી દાવાનળની આગમાં હોમવાનું હિન કૃત્ય આચરવાનું કામ કર્યું છે. રાજ્યની જનતા કોંગ્રેસની જુની અને જાણિતી આવી તુષ્ટીકરણની રાજનીતિથી કંટાળેલ હોઇ કોંગ્રેસનો સ્વિકાર ન કરતાં વિકાસવાદને સ્વિકારી છેલ્લા ૨૦ વર્ષથી ભાજપાને સત્તાના સુકાન સોંપતી આવી છે.

સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ હંમેશા આતંકવાદને પ્રોત્સાહન આપતી આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પક્ષ તરીકે વારંવાર આતંકવાદ અન્વયે સવાલો ઉઠાવતી આવી હતી પરંતુ કોંગ્રેસે તે સમયે મૌન ધારણ કરી લીધું હતું. દેશની જનતા પણ સમજે છે કે મૌન ધારણ કરવું એ તેમની સ્વિકૃતી હોય છે. વર્ષ ૨૦૧૪માં દેશના વડાપ્રધાન પદે શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ પ્રધાન તરીકે અમિતભાઇ શાહ સાહેબની ગુજરાતી જોડીએ આતંકવાદને નષ્ટ કરવા કડક હાથે કાર્યવાહી કરી છે અને આજે આતંકવાદના આકાઓ ભારત દેશ સામે નજર ઉઠાવવાની હિંમત પણ કરી શકતા નથી. ભારતે વિશ્વના દેશોને આતંકવાદ સામે એક સાથે લડવાની કરેલ અપીલને પણ સ્વિકૃતી આપી દીધી હતી.

લોકતંત્રના આ મહાપર્વમાં ભાજપાના સૌથી વધુ ઉમેદવારોને સૌથી વધુ લીડ સાથે ગુજરાત વિધાનસભામાં મોકલવા અંગે રાજ્યની જનતાને અપીલ કરી હતી.

English summary
Leaders including Prakash Zavdekar will come to Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X