For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિધાન સભાની ચુંટણી નજીક આવતા કોંગ્રેસમાં બેઠકોનો દોર શરુ

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી નજીક આવતા કોંગ્રેસમાં બેઠકોનો દોર શરુ થઇ ગયો છે. શંકરસિંહ વાઘેલા પોતાના ગાંધીનગર ખાતે આવેલ બંગલામાં 36 ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી થવાની છે જેને લઇ કોંગ્રેસ અને ભાજપ એક - બીજા સામે બાયો ચડાવતા જોવા મળ્યા હતા. પણ ગાંધીનગર ખાતે વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા પોતાના ગાંધીનગર ખાતે આવેલ વસંત વગડો બંગલામાં પોતાના સમર્થક ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં પ્રભારી ગુરુદાસ કામત સહીત 36 ધારાસભ્યો હાજર રહ્યા હતા ગુજરાતના પ્રદેશ પ્રમુખની ગેરહાજરીમાં થયેલી બેઠકે અનેક તર્ક વિતર્ક ઉભા કર્યા છે. ફરી એકવાર કોંગ્રેસમાં જૂથબંધી સામે આવી છે. બીજી બાજુ આજે પ્રેસ કોન્ફરન્સમાં શંકરસિંહ વાઘેલાએ વિરોધ પક્ષનો પદ પાટીદારને દેવાનું જણાવ્યું હતું.

sanakarsingh

મળતી માહિતી મુજબ શંકરસિંહ વાઘેલાએ વસંત વગડો ખાતે કરેલી બેઠકમાં 57 પૈકી 36 ધારાસભ્યોએ હાજર રહી શંકરસિંહ વાઘેલાને ટેકો આપ્યો છે. બીજી બાજુ કોગ્રેસમાં સીએમ પદના ઉમેદવાર જાહેર કરવા માટે અવાજ ઉઠી રહી છે તેવું લાગી રહ્યું છે. શંકરસિંહ વાઘેલા જોડે અમિતશાહ કરેલી બેઠકનો વિવાદ ખત્મ નથી થયો. આ બેઠક બાદ કોંગ્રેસમાં બીજો વિવાદનો વંટોળ ઉભો થાય તેવું લાગી રહ્યું છે. શંકરસિંહ વાઘેલા કરેલી બેઠક પછી હાઈકમાન્ડએ પણ નામ જાહેર કરવું પડે તેવી શક્યતા ઉભી થઇ છે. બીજી બાજુ અહેમદ પટેલે જણાવ્યું હતું, કે વિધાનસભાની ચૂંટણી પહેલા સીએમ પદના ઉમેદવાર જાહેર કરવા કે નહીં તે નિર્ણય કોગ્રેસ હાઈકમાન્ડ લેશે. તેમજ રાજયમાં કોગ્રેસમાં જે પણ ગતિવિધી ચાલી રહી છે તેના પર હાઈકમાન્ડની નજર છે.

Read also : કોંગ્રેસ આપશે 20 ટકાની આર્થિક અનામત: કોંગ્રેસ આવે છે! Read also : કોંગ્રેસ આપશે 20 ટકાની આર્થિક અનામત: કોંગ્રેસ આવે છે!

કોંગ્રેસ અનામત મુદ્દે ભાજપ પર ભારે પડવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ પણ કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનું પ્રયાસ કરી રહી છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગુજરાતના દોરા પણ વધી ગયા છે. વિધાનસભાની ચુંટણીને લઇ ભાજપ પણ ચિંતિત છે, પણ કોંગ્રેસમાં થતી ગતિવિધિઓ લાભ ભાજપ ઉઠાવી જાય તેવું લાગી રહ્યું છે

English summary
Legislative Assembly election coming, Congress meeting started. Read here more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X