ગરમીનો પારો વધતા જ લીબુંનો ભાવ આસમાને
સમગ્ર રાજ્યભરમાં ગરમીનો પારો 41થી વધુ થઇ ગયો છે. અને ગરમીમાં સૌથી ગુણકારી હોય છે લીંબુ પાણીનું સેવન કરવું. વધુમાં કાળજાળ ગરમીને દૂર ભગાવવા અને શરીરમાં શક્તિ રહે તે માટે લીંબુ શરબત પીવાની સલાહ ડોક્ટરો પણ આપે છે. પણ હાલ લીંબુના ભાવ પણ ગરમીના પારા સાથે વધી રહ્યા છે. પહેલા 40 રૂપિયા કિલો વેચાતા લીંબુનો ભાવ હવે સીધા રૂ 80 થી 1૦૦ થઇ ગયા છે. જેને લઇ ગરીબ માણસ પર અસર પડી રહી છે.
વેપારીઓના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત બાજુથી આવતા લીંબુની આવકમાં ઘટાડો થયો છે. એપ્રિલ પછી લીંબુની આવકમાં વધારો થશે તો ભાવ નીચે જવાની શક્યતા છે. અને હાલ લીંબુની માંગ સામે આવક ઓછી છે તેને લઇ ભાવ આવનારા સમયમાં નીચે જાય તેવી કોઈ શક્યતા નથી. બીજી બાજુ છૂટક વેપારીઓ પણ ગરમીના લીધે લીંબુની માંગ વધારે હોવાથી ભાવમાં કિલો દીઠ રૂ 20 થી 25 વધારી વેચતા હોય છે જેને લઇ મુશ્કલી તો પ્રજાને વેઠવી પડે છે.