For Quick Alerts
For Daily Alerts
માં, દીપડા સામે બહાદૂરીથી લડીને, મોતને માત આપી.
દરેક માતા તેના બાળક ને જીવથી વધારે પ્રેમ કરે છે. તે વાતમાં કોઇ શંકા નથી પણ જ્યારે તમારા જીવથી પ્રિય બાળક સામે સાક્ષાત મોત આવે ત્યારે બહુ ઓછા લોકો મોતની સામે બાહદૂરીથી લડત આપી શકતા હોય છે. કંઇક આવું જ બન્યું રાજુલાના ચોત્રા ગામમાં. જેમાં ખેતરમાં કામ કરતા ખેત મજૂરના બાળક પર એક ખુંખાર દીપડાએ હુમલો કર્યો ત્યારે.
ખેતરમાં કામ કરતી વખતે ખૂંખાર દિપડાએ એક ખેત મજૂરના બાળક પર હુમલો કર્યો પણ માતાએ સમયસૂચકતા અને હિંમત બતાવીને દીપડા પર પાણી ભરેલી ડોલ મારી અને દીપડો બાળકને છોડી ભાગી ઉઠ્યો. માતાએ હિંમતપૂર્વક દીપડા સામે બાથ ભરી દીકરાને બચાવ્યો લેતા ગામના લોકોએ પણ માતાની હિંમતની વાહવાઇ કરી હતી. તે પછી બાળકને રાજુલા હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. જ્યાં હાલ તે સ્વસ્થ છે.