For Quick Alerts
For Daily Alerts
જો ચીસ ના પાડી હોત તો દિપડાએ ના કર્યો હોત હુમલો!
ભાવનગરના મલેકવદર ગામે વાડીમાં જૂનવાણી મકાનમાં ધુસી ગયેલો. જ્યાં તે પોતાનો શિકાર ખાઇ રહ્યો હતો ત્યારે ત્યાંથી પસાર થતા મથુરભાઈ ઢાપા, કે જે પોતાના બાળકોને કોળીયાક ખાતે લેવા માટે જઈ રહ્યા હતા તેમણે દિપડાને જોયો. અને અચાનક તેમનાથી ચીસ નીકળી જતા દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. જેમાં તેમના બન્ને કાન તથા જમણા હાથ તથા શરીરની પાછળના ભાગમાં દીપડાએ ઇજા પહોંચાડી હતી. જે બાદ દીપડો ત્યાંથી નાસી છુટ્યો હતો. ત્યાર બાદ તેમને કોળીયાક સરકારી દવાખાને લઈ જવામા આવ્યા હતા.
આ વાતની જાણ થતા વન વિભાદના અધિકારી અને રેન્જ ફોરેસ્ટ સ્ટાફે હુમલો કરેલી જગ્યાએ પહોંચીને દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરેલ છે. વધુમાં વનવિભાગે પાંજરામાં શિકાર નાંખી દિપડાને પકડવાના પ્રયાસો હાથ ધર્યા છે. ત્યારે દિપડાના આવા અચાનક જ કરવામાં આવેલા હુમલાના કારણે આસપાસના લોકોમાં દિપડાનો ભય ઊભો થયો છે.