For Quick Alerts
For Daily Alerts
પીંજારામાં પૂરાઇ માં, અને બચ્ચાઓને જોવી પડી બહાર રાહ!
વાલીયાના ગામ મોતીપરા પાસે એક દીપડી તેના ચાર બચ્ચા સાથે પંજારામાં પૂરાઇ હતી. નોંધનીય છે કે આ દીપડીએ ગત રવિવારે જ ઘાસ કાપવા ગયેલી મહિલા પર હુમલો કર્યો હતો. જે બાદ વન વિભાગ દ્વારા પાંજરા મૂકીને આ દીપડીને પકડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારે આ દીપડી પાંજરે પૂરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. વધુમાં વનવિભાગ દ્વારા પણ આ દીપડી અને તેના બાળકોને સુરક્ષિત સ્થળે છોડવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.
નોંધનીય છે કે મોતીપરા ગામના રમીલાબેન પર દીપડીએ હુમલો કર્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે દીપડીએ પોતાના બાળકોને બચાવવા માટે મહિલા પર હુમલો કર્યો હતો. જો કે સમગ્ર વાતમાં વિચારવા જેવી વાત એ છે કે રહેણાંક વિસ્તારો વધી જતા, વનજીવો અને લોકો વચ્ચે હાલના સમયમાં વારંવાર એવા કિસ્સા બની રહ્યા છે જ્યાં વન્ય જીવો દ્વારા માણસો પર હુમલો કરવામાં આવ્યો હોય.