For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ગુજરાત વિધાનસભામાં દીપડો ઘુસ્યો, 100 લોકોની ટીમ પકડવામાં જોડાઈ

ગુજરાત વિધાનસભા સચિવાલયમાં રવિવારે મોડી રાત્રે એક દીપડો ઘુસી આવવાને કારણે હડકંપ મચી ગયો હતો.

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા સચિવાલયમાં રવિવારે મોડી રાત્રે એક દીપડો ઘુસી આવવાને કારણે હડકંપ મચી ગયો હતો. આ દીપડાને પકડવા માટે વન વિભાગ અને પોલીસ ઘ્વારા સંયુક્ત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગાંધીનગર સચિવાલયમાં લાગેલા સીસીટીવી ફુટેજમાં દેખાઈ રહ્યું છે કે દીપડો રાત્રે 1 વાગીને 53 મિનિટે અંદર ઘુસ્યો હતો. આ સચિવાલયમાં જ ગુજરાતના મુખ્યમંત્રી સહીત બીજા મંત્રીઓના કાર્યાલય આવેલા છે.

Leopard

ગુજરાત વિધાનસભા સચિવાલયમાં 130 સીસીટીવી કેમેરા લાગેલા છે. જેમાંથી એક કેમેરામાં દીપડાનો ઘુસવાનો વીડિયો રેકોર્ડ થયો છે. દીપડાના ઘુસવાને કારણે કર્મચારીઓને બહાર જ રોકી દેવામાં આવ્યા છે. બધાને અંદર જવાની મનાઈ છે. ટીમ સતત દીપડાને પકડવાની કોશિશ કરી રહી છે. આ વિસ્તાર સુરક્ષાની દૃષ્ટિએ ખુબ જ ગંભીર માનવામાં આવે છે. તેવી સ્થિતિમાં દીપડાના ઘુસવાને કારણે સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉભા થઇ રહ્યા છે.

દીપડાને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. 100 લોકોની ટીમ આ દીપડાને પકડવામાં જોડાઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ સર્ચ ઓપરેશન બપોર સુધી ચાલી શકે છે. મળતી જાણકારી અનુસાર ગેટ નંબર 7 થી દીપડો અંદર દાખલ થયો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સચિવાલયમાં આવવાથી લોકોને રોકી દેવામાં આવ્યા છે.

English summary
Leopard entered Secretariat premises in Gujarat's Gandhinagar, rescue operation underway
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X